• શુક્રવાર, 24 જુલાઈ, 2026

દયાપરમાંથી સગીરાનું અપહરણ

ભુજ, તા. 23 : લખપત તાલુકાના દયાપરમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ  છે. દયાપર પોલીસ મથકે વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 14 વર્ષ આઠ માસની સગીર વયની દીકરીને આરોપી દિલાવર ધરમસિંહ રાજપૂત (રહે. દયાપર)વાળો ગત તા. 17-7ના લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd