• શુક્રવાર, 24 જુલાઈ, 2026

દીનદયાળ બંદરે ખાતર હેન્ડલિંગની ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ

ગાંધીધામ, તા. 23 : દીનદયાળ પોર્ટ ઓથોરિટી  કંડલા દ્વારા ખાતર કાર્ગોની કાર્યક્ષમતા વધારવા માટે ખાતર વહન કરતાં જહાજો માટે બે વિશેષ બર્થની ફાળવણી કરવામાં આવી હતી. ખાતર વહન કરતાં જહાજોને લાંબો સમય સુધી બર્થિંગ  માટે  રાહ ન જોવી પડે, તે દિશામાં નોંધપાત્ર પ્રયાસો કંડલા પોર્ટ પ્રસાશન દ્વારા કરવામાં આવ્યા છે. પ્રશાસને વધુમાં જણાવ્યું હતું કે, બંદર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલાં આધુનિક ગોડાઉનને કારણે સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થયો છે, જેથી  કાર્ગો હેન્ડલિંગ વધુ કાર્યક્ષમ બન્યુ છે અને બંદર વિસ્તારમાં ભીડ તથા અવ્યવસ્થા ઘટી છે. ખાતરનાં ઝડપી હેન્ડલિંગ માટે રેલવે તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં રેક ફાળવીને નોંધપાત્ર સહકાર આપવામાં આવે છે, જેના પરિણામે કંડલા બંદરે દરરોજ સરેરાશ 4.5 રેક્સનું લોડિંગ સફળ રહ્યંy છે, જે હેન્ડલિંગ ક્ષમતાને અનુરૂપ છે. બંદર સત્તામંડળ, રેલવેતંત્ર, શિપિંગ એજન્ટો, સ્ટીવડોરો તથા અન્ય તમામ હિતધારકોના સુમેળભર્યા પ્રયાસોથી ખાતર કાર્ગોનું સંચાલન અને સમયસર સ્થળાંતર (ઈવેક્યુએશન) સફળતાપૂર્વક થઈ રહ્યંy છે, જેના કારણે આયતકારો,ખેડૂતો અને સમગ્ર પુરવઠા શૃંખલાને સીધો લાભ મળી રહ્યો છે. ડીપીએના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘના નેતૃત્વ તળે બંદરે માળખાંકીય સુવિધાઓના વિકાસ અને કામગીરીમાં  સુધારા માટે અનેક મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. આધુનિક ગોડાઉન નિર્માણ ક્ષમાતામાં વધારો, સતત પ્રક્રિયાગત સુધારાઓને કારણે ખાતર કાર્ગો હેન્ડલિંગની  કાર્યક્ષમતામાં  નોંધપાત્ર વધારો થયો છે તેમજ જહાજોના ટર્નઅરાઉન્ડ ટાઈમમાં ઘટાડો થયો હોવાનું  તેમણે એક યાદીમાં ઉમેર્યું  હતું. 

Panchang

dd