હરારે, તા.23 : બોલરોના સામૂહિક શાનદાર દેખાવ
બાદ 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની પ્રથમ
ઇન્ટરનેશનલ આતશી અર્ધસદીની મદદથી ઝિમ્બાબ્વે સામેની પહેલી ટી-20 મેચમાં ભારતનો 7 વિકેટે સરળ વિજય થયો હતો. બ્રિટનના પ્રવાસમાં
સળંગ 6 હાર બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી ટી-20 જીત છે. ઝિમ્બાબ્વેના 7 વિકેટે 12પ રનના જવાબમાં ભારતે 13.2 ઓવરમાં 3 વિકેટે 126 રન કરી 40 દડા બાકી રાખી 7 વિકેટે જીત હાંસલ કરી હતી. 3 મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 1-0થી આગળ થઇ છે. ઇન્ટરનેશનલ ટી-20 ફોર્મેટમાં વૈભવ સાથી નાની
ઉંમરે અર્ધસદી કરનારો બેટધર બન્યો હતો. તેણે 18 દડામાં અર્ધસદી પૂરી કરી હતી. તે 19 દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી આતશી પ0 રન કરી આઉટ થયો હતો. કપ્તાન શ્રેયસ અય્યર 28 અને તિલક 6 રને નોટઆઉટ રહ્યા હતા. અભિષેક 1 અને ઇશાન 3પ રને આઉટ થયા હતા. આ પહેલા ઝિમ્બાબ્વે
ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 12પ રન થયા હતા. જેમાં વેસ્લી મઘેવેરેના 39 રન સર્વાધિક હતા. ભારત તરફથી
મયંક યાદવે 18 રનમાં અને પ્રિંસ યાદવે 19 રનમાં 2-2 વિકેટ લીધી હતી. શિવમ અને રવિને
1-1 વિકેટ મળી હતી. ડેબ્યૂ મેચમાં
અશોક શર્મા વિકેટ મેળવી શક્યો ન હતો.