લીવરપૂલ, તા.7 : ભારતની સ્ટાર મુક્કેબાજ નિકહત
ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. જ્યારે ટોક્યો
ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર અનુભવી મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહન પહેલા રાઉન્ડમાં
જ હારીને બહાર થઇ છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીને પ1 કિલો ભારવર્ગમાં અમેરિકી બોક્સર જેનિફર
લોજાનોને પ-0થી સજ્જડ હાર આપી હતી અને અંતિમ-16 રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 7પ કિલો ભારવર્ગમાં લવલીના પહેલા રાઉન્ડમાં તૂર્કિની મુક્કેબાજ
બુસરા ઇસિલદાર વિરૂધ્ધ 0-પથી હારી
હતી. પુરુષ વર્ગમાં 70 કિલો વજન જૂથમાં ભારતનો હિતેશ
ગુલિયા પહેલા રાઉન્ડમાં 1-4થી હારીને
બહાર થયો હતો.