મોટી વિરાણી, તા. 15 : કચ્છની
રોગાન, હાથવણાટ સહિતની ઘણી બધી હસ્તકલા વિશ્વ પ્રસિદ્ધ
બની લોકપ્રિયતામાં અગ્રેસર સ્થાન મેળવી રહી છે. કચ્છની વણાટકામની ગરમ શાલ, મફલર, સાડી, સ્ટોલ સહિતની બનતી
આઈટમથી પ્રભાવિત થઈ સ્પેનની એક મહિલા સિસ્લિવાએ ખાસ કચ્છની મુલાકાત લઈ હસ્તકલા પર બનતી
વસ્તુ પર હાથ અજમાવી રોમાન્ચ અનુભવ્યો હતો. પ્રવીણ સંજોટ જેઓ હાથશાળ કારીગર છે. વણાટકામ
પર હાથ અજમાવતા વિદેશી મહિલાને ડોલીએ સાડીમાં પફ અને ઝરી બાંધવાનું શીખવ્યું,
તો મિત્તલબેને સ્ટોલમાં પફ બાંધતા શીખવ્યું તેમજ પ્રવીણભાઈએ હાથસાળનો
લાઈવ ડેમો બતાવ્યો હતો.