ગાંધીધામ, તા. 3 : ભચાઉમાં કેફીપીણું પીનારા બે
એસઆરપી જવાન સામે ફોજદારી નોંધાઈ હતી. એસઆરપી ગ્રુપ-16 ભચાઉના ડે.ઓફિસર જેસંગભાઈ જીવણભાઈ
ચૌહાણે પોલીસ કોન્સટેબલ હાર્દિકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા અને મેહુલભાઈ ટોકરભાઈ પરમાર વિરુદ્ધ
ગુનો નોંધાવ્યો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રોલકોલમાં
બંને આરોપી લથડિયા ખાતા અને જરૂરી પરવાના વિના કેફીપીણું પીધેલી હાલતમાં આવ્યા
હતા, તહોમતદારોએ ગ્રુપના અધિકારી સાથે ઝડઘો કરી શિષ્તભંગ કરતા
શબ્દો બોલતા હતા. પોલીસે બંને આરોપી સામે જુદી-જુદી ફરિયાદ નોંધી હતી.