નવી દિલ્હી તા. 2 : દક્ષિણ આફ્રિકાના મીડલઓર્ડર બેટર રાસી વાન ડૂસેને ઇન્ટરનેશનલ
ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના નવા વાર્ષિક કરારમાંથી
તેનું નામ બાદબાકી થતાં તેણે સંન્યાસનો નિર્ણય લીધો છે. તે ડોમેસ્ટિક અને ફ્રેંચાઈઝી
ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. રાસી વાન ડૂસેને દ. આફ્રિકા ટીમ તરફથી ઓકટોબર 2018થી ઓગસ્ટ 202પ દરમિયાન 18 ટેસ્ટ, 71 વન ડે અને
પ7 ટી-20 મેચ રમ્યા હતા. વન ડેમાં સારી સરેરાશના મામલે તે આફ્રિકા તરફથી
એબી ડિ'વિલિયર્સ બાદ બીજા નંબર પર છે. 71 વન ડેમાં તેના નામે 6 સદી અને 17 અર્ધસદીથી પ0.13ની સરેરાશથી કુલ 26પ7 રન છે. ટી-20 ઇન્ટરનેશનલમાં 10 અર્ધસદીથી 1406 રન કર્યાં છે. જયારે 18 ટેસ્ટમાં ડૂસેનના ખાતામાં 90પ રન 6 અર્ધસદીથી
છે. જેમાં શ્રેષ્ઠ સ્કોર 98 છે. 37 વર્ષીય રાસી વાન ડૂસેને આજે
સોશિયલ મીડિયા પર નિવૃત્તિની ઘોષણા કરી હતી.