• શનિવાર, 04 એપ્રિલ, 2026

ભુજમાં હોટેલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ, તા. 3 : શહેરની પ્રિન્સ હોટેલમાં થયેલી કોપર પાઈપની ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી 50,420નો મુદ્દામાલ કબજે લઈ ચોરી અંગે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.પોલીસે આપેલી વિગતો મુજબ, પ્રિન્સ હોટેલની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ તથા પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપીઓ વીરુગિરિ રમેશગિરિ ગૌસ્વામી અને સલીમ કાસમ કુંભારને ઝડપી લેવાયા હતા. તેમની સઘન પૂછપરછ કરતાં ચોરીનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 13 કિલો કોપર પાઈપ કિં. રૂા. 12,420 તથા એક બાઈક મળી કુલ રૂા. 50,420નો મુદ્દામાલ કબજે લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd