• શનિવાર, 04 એપ્રિલ, 2026

ઓટીપી વિના ઓનલાઇન પેમેન્ટ !

નવી દિલ્હી, તા. 3 : દેશની મોટી ખાનગી બેન્કો અને ટેલિકામ કંપનીઓ `સાયલેન્ટ ઓથેંટિફિકેશન' ટેકનિક પર કામ કરી રહી છે, જેનાથી ઓનલાઇન પેમેન્ટ વખતે ઓટીપીની જરૂર નહીં પડે.આ નવી સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં જ તપાસી લેશે કે, બેન્ક એપમાં નોંધાયેલો મોબાઇલ નંબર અને ફોનનાં સિમકાર્ડ મેચ કરે છે કે નહીં. જો સિમ અને નંબર એક સમાન નહીં મળે તો ટ્રાંજેકશન તરત જ બ્લોક કરી દેવાશે. ખાસ વાત એ છે કે, તેમાં યુઝરે કંઇક કરવાની જરૂર નહીં પડે. આ ટેકનિક ઇ-સિમ પર જ કામ કરશે. તેનાથી સિમ ક્લોનિંગ અને ઇ-સિમ સ્વૈપ જેવી  છેતરપિંડીના અપરાધો રોકી શકાશે. એક્સિસ બેન્કના ડિજિટલ બિઝનેસ હેડ સમીર શેટ્ટીએ કહ્યું હતું કે, અમે ટેલિકોમ કંપનીઓ સાથે મળીને આ નવી ટેકનિક લાગુ કરવા કામ કરી રહ્યા છીએ. કોઇ વ્યક્તિ એપમાં લોગઇન છે, પણ તેનો મોબાઇલ નંબર રજિર્સ્ડ નંબર કરતાં અલગ પડે છે તો ટેલિકોમ કંપની બેન્કને સિગ્નલ આપી દેશે. આમ થવાથી બેન્ક ગ્રાહકને કોઇ જાતની પરેશાની થવા દીધા વગર છેતરપિંડીના અવરોધો રાકી શકશે. 

Panchang

dd