નવી દિલ્હી, તા. 3 : અબુધાબીમાં
ઈરાનના મિસાઈલ હુમલાના કાટમાળની ચપેટમાં આવીને પાંચ ભારતીય સહિત 12ને ઈજા પહોંચી હતી. આ હુમલો રહેણાક વિસ્તારમાં
થયો હતો. જ્યાં એક ઈરાની મિસાઈલ રોકવા દરમિયાન છુટેલા કાટમાળના કારણે રહેવાસીઓ ઘાયલ
થયા હતા. આબુધાબી મીડિયા ઓફિસે એક્સ ઉપર એક પોસ્ટ મારફતે કહ્યું હતું કે, ઘટનામાં છ નેપાળી અને પાંચ ભારતીય નાગરિકને
સામાન્ય ઈજા થઈ છે, જ્યારે અન્ય એક નેપાળી નાગરિકને ગંભીર ઈજા
પહોંચી છે. આ ઘટનાએ ખાડી ક્ષેત્રમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટેની ચિંતા વધારી દીધી
છે. હવાઇ સુરક્ષા પ્રણાલીએ ઇરાનથી છોડાયેલી મિસાઇલો અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરી
નાખતાં તેના ટુકડા જમીન પર પડયા હતા. ઇજાગ્રસ્તોમાંથી એક નેપાળીની હાલત ગંભીર બતાવાઇ
રહી છે.