કોડાય, તા. 3 : કોડાય ખાતે ગઢવી પ્રીમિયર લીગ
ક્રિકેટ ટૂર્નામેન્ટ-3નું આયોજન
કોડાય ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તેમજ સમાજમાં
એકતા અને સહકારની ભાવના મજબૂત બને તે હેતુસર આયોજિત લીગમાં ચાર ફ્રેન્ચાઈઝી જલ્સા હોટેલ, સોનલકૃપા ટી હાઉસ, હીર
એન્ટરપ્રાઈઝ અને શ્રી સ્ટીલનો સમાવેશ હતો. ફાઇનલમાં હીર એન્ટરપ્રાઇઝ સામે શ્રી સ્ટીલ
ટીમે વિજય હાંસલ કર્યો હતો. ગઢવી સમાજના યુવાનો દ્વારા સંચાલિત સ્પર્ધામાં કોડાય ચારણ
સમાજના પ્રમુખ વાછિયાભાઇ ગઢવી, પુનશીભાઇ ગઢવી, વિરલભાઈ જોશી, નાગશીભાઈ ગઢવી, જીવરાજ
ગઢવી, કરસનભાઈ ગઢવી, મેઘરાજ ગઢવી તેમજ કોડાય
ઠક્કર સમાજના પ્રમુખ કિશોરભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓએ હાજર રહી આયોજનને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે હરજીભાઈ ગઢવી, હરદાસ ગઢવી, રામ
ગઢવી, અર્જુન ગઢવી, ભોજરાજ ગઢવી,
નરસિંહ ગઢવી, અરવિંદ ગઢવી, રાજેશ ગઢવી, રતન ગઢવી, ભરત ગઢવી,
ગૌતમ ગઢવી, નારાણ ગઢવી, નવઘણ
ગઢવી અને મહેશ માતંગ સહિતના ઉપસ્થિત રહ્યા
હતા. કાર્યક્રમનું સંચાલન નારાણ ગઢવી અને લખન ગઢવીએ કર્યું હતું.