• શનિવાર, 04 એપ્રિલ, 2026

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને `આપ'એ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી

ગાંધીધામ, તા. 3 : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી એકશન મોડમાં આવી છે.  ગાંધીધામમાં ઉમેદવારોનો ક્રાનિંગ કેમ્પ યોજાયો હતો. આગામી સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગી માટે પૂર્વ  કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા કચ્છના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી અને પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાની અધ્યક્ષતામાં ક્રાનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં અંજાર, ગાંધીધામ, રાપર વિધાનસભા વિસ્તારમાંથી  મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ વેળાએ મહામંત્રી નિલેશ મેહતા, ગજરાજસિંહ રાણા, શક્તસિંહ જાડેજા, રાયશીભાઈ, સંજય સરિયાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd