• શનિવાર, 04 એપ્રિલ, 2026

શ્રેયસ ઝળકયો; પંજાબની સળંગ બીજી જીત

ચેન્નાઇ, તા. 3 :  સુકાની શ્રેયસ ઐય્યર (50)ની કમાલ કેપ્ટન ઇનિંગનાં બળે આઇપીએલ અ સિઝનમાં શુક્રવારે પંજાબ કિંગ્સે સળંગ બીજી જીત મેળવી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે આપેલું 210 રનનું લક્ષ્ય આઠ દડા બાકી હતા ત્યારે જ આંબી લેતાં પંજાબે પાંચ વિકેટે બાજી મારી હતી. આયુષ મ્હાત્રે (73)ની અર્ધ સદી એળે ગઇ હતી. પંજાબવતી વ્યવસ્થિત યોગદાન આપતાં ચાર બેટધરોએ સુંદર રમત રમી બતાવી હતી સુકાની શ્રેયર્સે 29 દડામાં ચાર ચોગ્ગા, ત્રણ છગ્ગા, સાથે 50 રન કર્યા હતા. પ્રભસિમરનસિંહે 34 દડામાં છ ચોગ્ગા, એક છગ્ગા સાથે 43 રન કર્યા હતા. તો ટૂંકાગાળા માટે ક્રિઝ પર રહી, ફાંકડી ફટકાબાજી કરતાં પ્રિવાંશ આર્યએ 11 દડામાં ત્રણ ચોગ્ગા, ચાર છગ્ગા, સાથે 39 રન ફટકારી દીધા હતા. કપર કલાલીએ 22 દડામાં છ ચોગ્ગા, સાથે 36 રન ઝૂડી દીધા હતા. અગાઉ, અન્ડર-19 વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમના કપ્તાન આયુષ મ્હાત્રેના 43 દડામાં 6 ચોગ્ગા અને પ છગ્ગા સાથે 73 રનની વિદ્યુતવેગી ઇનિંગની મદદથી પંજાબ કિંગ્સ સામે સીએસકેના 20 ઓવરમાં પ વિકેટે 209 રન થયા હતા. સ્ટાર સંજૂ સેમસન (7)ની વિકેટ જલ્દીથી ગુમાવ્યા બાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને આયુષ વચ્ચે બીજી વિકેટમાં પપ દડામાં 96 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ગાયકવાડે 28 રનનું યોગદાન આપ્યું હતું.  બાદમાં શિવમ દૂબે અને સરફરાઝ ખાને પાવર હિટિંગ કરી સીએસકેનો સ્કોર 200 ઉપર પહોંચાડી દીધો હતો. સરફરાઝ માત્ર 12 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગા સાથે આકર્ષક 32 રન કરી આઉટ થયો હતો. જયારે શિવમ દૂબે ફિનિશર બની 27 દડામાં પ ચોક્કા-1 છક્કાથી 4પ રને નોટઆઉટ રહ્યો હતો. કાર્તિક શર્મા (1) નિષ્ફળ રહ્યો હતો. પંજાબ તરફથી વિજયકુમાર વૈશાખને 2 વિકેટ મળી હતી. બાર્ટલેર, ચહલ યાનસનને 1-1 વિકેટ મળી હતી. 

Panchang

dd