• શનિવાર, 04 એપ્રિલ, 2026

અંજારમાં સેવા સમર્પણ ટ્રસ્ટના ઉપક્રમે 20 હજાર ચકલીઘર અને પાણીનાં કૂંડાંનું વિતરણ

અંજાર, તા. 3 : અહીંના સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા રામનવમી રથયાત્રામાં 20 હજારથી વધુ ચકલીઘર અને પાણીનાં કૂંડાં વિનામૂલ્યે  વિતરણ કરવામાં આવ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે આસ્થાળુઓને  ચકલીઘર અને પાણીનાં કૂંડાં  અર્પણ કરાયા હતા. રામ-ઘનશ્યામ જન્મોત્સવ સમિતિના પ્રમુખ મેઘજીભાઈ હીરાણી તથા દાતા નારણભાઈ પેડવા સહિતનાએ સ્ટોલની મુલાકાત લઈ સંસ્થાનાં કાર્યને બિરદાવ્યાં  હતાં. ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ માલસત્તરે પ્રકલ્પમાં સહકાર આપનાર દાતાઓના સન્માન સાથે વિશેષ આભાર  વ્યક્ત કર્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે સભ્યોએ સહકાર આપ્યો હતો. આ ઉપરાંત અંજાર ભારત વિકાસ પરિષદ દ્વારા ચકલી દિવસ નિમિત્તે દેવળિયાનાકા મ્યુનિસિપલ ગાર્ડનમાં દાતા રઘુવંશી ક્રાંતિવીર મેઘજીભાઈ પરિવાર અને વસંતભાઈ ભાઈલાલભાઈ ઠાકરના સહયોગથી  પક્ષીઓ માટે પાણીનાં કૂંડાં અને ચકલીઘર વિનામૂલ્યે અપાયાં હતાં. આ  પ્રસંગે લોકોને પક્ષી સંરક્ષણનું મહત્ત્વ સમજાવાયું હતું. 

Panchang

dd