ભચાઉ, તા. 3 : શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા અને જીવદયા અને
માનવસેવાના ભેખધારી ધારાશાસ્ત્રી સ્વ. ચમનલાલ વેલજીભાઈ કેસારાનીની પ્રતિમાનું અનાવરણ
કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્ર,
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના
ક્ષેત્ર સંઘચાલક જેન્તીલાલ ભાડેસિયાએ પ્રતિમા પાસે અને સોસાયટીના રસ્તાને ચમનભાઈ માર્ગ
નામ આપ્યું છે તે તેની સેવાના કારણે જ આપ્યું છે તેમ જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર પ્રાંત
કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ સંઘના કાર્યકર્તાનું જીવન કટોકટીભર્યું હોય છે. સમાજ,
પરિવાર તેમજ કામધંધા વચ્ચે રહીને કામ કરવાનું હોય તેવું કહ્યું હતું.
અહીં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સ્વ. ચમનલાલભાઈની નિષ્ઠાપૂર્વકની સેવા બતાવે છે.
આ પ્રસંગે રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને પ્રતિમાનું અનાવરણ
કર્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ સંગઠનના
પ્રભારી ફુલજીભાઈ ચૌધરી, જયંતીલાલભાઈ, જિલ્લા
પંચાયતના પૂર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ,
નિવૃત્ત શિક્ષિકા ઉર્મિલાબેન, શાસ્ત્રી અવિનાશભાઈ
જોશી, પૂર્વ નગરપતિ કુલદીપાસિંહ જાડેજા, લાખાભાઈ કારિયા, ડો. અનિલભાઈ મેવાડા, અંજારના વસંતભાઈ કોડરાણી, અરજણભાઈ રબારી, પૂર્વ નગરપતિ મહેન્દ્રાસિંહ જાડેજા, સાજનભાઈ ઓઝા,
ડો. લખમશીભાઈ નંદુ, મહેશભાઈ સોલંકી, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંપાબેન પટેલ, ધનસુખભાઈ જોશી,
બીજલભાઇ દાફડા વગેરે ઉપસ્થિતમાં
જલારામ સોસાયટીના નાકે પ્રતિમાનું અનાવરણ તેમજ રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું
હતું.