કોલકતા, તા.3 : કેકેઆરના કેપ્ટન અજિંકયા રહાણેએ
પોતાની સ્ટ્રાઇક રેટને લઇને થઇ રહેલી ટીકાઓ વિશે કહ્યું કે તેની પાછળ એક ખાસ એજન્ડા
છે અને ઇર્ષાનો ભાવ છે. ગઇકાલની મેચમાં કેકેઆરને સનરાઇઝર્સના હાથે 6પ રને કારમી હાર મળી હતી. કેકેઆર ટીમ 227 રનના લક્ષ્યનો પીછો કરતા 16 ઓવરમાં 161 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ તેની
સતત બીજી હાર છે અને પોઇન્ટ ટેબલ પર તળિયે છે. મેચ પછીની પત્રકાર પરિષદમાં રહાણેએ કહ્યું
કે મારી સ્ટ્રાઇક રેટનો સાવલ ઇર્ષાપ્રેરિત છે. 2020 બાદ મારી સ્ટ્રાઇક રેટ એકદમ સારી છે. જે લોકો આ વિશે વાત કરે
છે તેમનો એક અલગ એજન્ડા છે. તેમને મારૂ રમવું પસંદ નથી. મારી સફળતાથી તેમને ઇર્ષા આવે
છે. તે લોકો એવું ઇચ્છતા નથી કે હું એક અલગ પ્રકારની ઇનિંગ રમું. મને ખુશી છે કે તેઓ
મારી વાતો કરે છે. પછી તે ભલે નકારાત્મક હોય કે સકારાત્મક. આ તકે કેકેઆર કપ્તાન રહાણેએ
સ્વીકાર્યું અમારી સમસ્યા ફક્ત ઇજાગ્રસ્ત બોલર્સ નથી, સમસ્યા મધ્યક્રમના બેટિંગમાં પણ છે. મીડલ ઓવરમાં
સારી ભાગીદારી થતી ન હોવાથી હાર મળે છે. તેવું કારણ આપ્યું હતું.