અમેરિકાના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે, લડાઈ
હવે નિર્ણયાત્મક તબક્કામાં પ્રવેશે છે. આગામી થોડા જ દિવસોમાં લડાઈનો અંત આવશે કે ચાલુ
રાખવી પડશે - તેનો નિર્ણય લેવાશે. એમણે એમ પણ કહ્યું છે કે, ઈરાન
જો વાટાઘાટ અને સમજૂતી નહીં કરે તો ભયાનક હુમલા કરવા અમે તૈયાર છીએ. ઈરાન ઉપર ઇઝરાયલ
અને અમેરિકાએ સંયુક્ત આક્રમણ શરૂ કર્યું ત્યારથી આજ સુધી સમાધાનની ઊલટા-સૂલટી વાતો
બહાર આવી રહી છે પણ હવે ટ્રમ્પ થાક્યા છે - એમનાં નિવેદનોમાં એમની હાર અને હતાશા સ્પષ્ટ
દેખાય છે. સૌથી મોટી હતાશા `નાટો'ના સભ્ય
દેશો - મુખ્યત્વે બ્રિટન અને ફ્રાન્સે ટેકો આપ્યો નહીં તે છે - ટ્રમ્પે હાકલ કરી કે
હોર્મુઝને ઈરાનના હાથમાંથી છોડાવવા માટે યુદ્ધ જહાજો મોકલો ત્યારે યુરોપના કોઈપણ દેશ
સહકાર આપવા તૈયાર થયા નહીં. એમનું વલણ એવું લાગે છે કે, ઈરાન
ઉપર આક્રમણ કરવા પહેલાં તમે અમને વિશ્વાસમાં કેમ લીધા નહીં? હવે
ટ્રમ્પ હતાશામાં બળાપો કાઢીને ધમકી આપી રહ્યા છે કે, હવે તમારી
તાકાત હોય તો હોર્મુઝ ખાડીમાં પ્રવેશીને પસાર કરો અથવા અમેરિકા પાસે તેલ માગવા - કે
`લેવા'
આવજો! ટ્રમ્પનું અપમાન કરવાનું સાહસ સ્પેન અને ઈટાલી જેવા દેશ પણ કરી
રહ્યા છે કે, અમેરિકાનાં જેટ ફાઈટર્સને અમારા આકાશમાં પ્રવેશ
નહીં મળે અને લશ્કરી મથકો પણ નહીં મળે. ટ્રમ્પે આ નકારાત્મક વલણની કલ્પના કરી ન હતી
તેથી એમને હાડોહાડ લાગી આવ્યું હોય તે સ્વાભાવિક છે. યુરોપના દેશો તો મોઢું ફેરવી જાય
તે સમજાય છે કારણ કે, તેઓ પોતાના હાથ લાલ અને ચહેરા કાળા કરવા
માગતા નથી. લડાઈ લાંબી ચાલે તેમાં બધા `લાંબા' થઈ રહ્યા
છે ! દુનિયાભરમાં તેલ - ગેસની કટોકટી ગંભીર બની રહી છે અને અમેરિકા એકલું પડી ગયું
છે! ત્યાં સુધી કે અખાતના દેશો - દુબઈ, ઓમાન વગેરેમાં ગણગણાટ
શરૂ થયા છે કે, અમેરિકા આપણને રક્ષણ આપી શકે એમ નથી! ટ્રમ્પે તો આ લડાઈ માટે અખાતના દેશો પાસે રક્ષણની
કિંમત માગી! હવે આ સ્થિતિમાં ટ્રમ્પ શું કરે છે? પીછેહઠ સિવાય
વિકલ્પ નથી. અલબત્ત, જવાપહેલાં ભયાનક બોમ્બમારો તો કરશે. સામા
પક્ષે ઈરાન કહે છે : સમાધાન - સમજૂતીની પહેલી શરત એ છે કે, ઇઝરાયલ
અને અમેરિકા હવે અમારા ઉપર આક્રમણ નહીં કરે એવી ગેરન્ટી આપો અને આ ગેરન્ટી ઉપર ચીન
- રશિયા બાંયધરી આપે! બીજું હોર્મુઝનો જળમાર્ગ ખોલવામાં આવે પણ તેના ઉપયોગ બદલ અમે
`ટેક્સ'
વસૂલ કરીશું. અમેરિકા ગેરન્ટી આપે પણ ઇઝરાયલ તૈયાર છે? તૈયાર થાય નહીં તો ટ્રમ્પ માટે ડબલ અપમાન...