• શનિવાર, 04 એપ્રિલ, 2026

મેડિક્લેઇમ રકમ રૂા. 2.96 લાખ ચૂકવવા ચુકાદો

ભુજ, તા. 3 : માધાપરના ફરિયાદીને મેડિક્લેઇમ ચૂકવવા વીમા કંપનીને આદેશ કરતો ગ્રાહક કમિશન દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. માધાપરના કૈલાસ ગુંસાઇ દ્વારા નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી તેમના પરિવારનાં જોખમને આવરી લેતી પોલિસી લેવામાં આવી હતી. પોલિસીના સમયગાળામાં તેમના પત્નીને માથામાં ગંભીર તકલીફ થતાં ઓપરેશન કરાવવું પડયું હતું. સર્જરી ખર્ચ અંગે કંપની સમક્ષ ક્લેઇમ કરાયું, પણ કંપનીએ જુદાં-જુદાં કારણો આપી નામંજૂર કરતાં ગ્રાહક કમિશન સમક્ષ દાદ માગવામાં આવતાં પ્રમુખ એ. પી. કંસારા તથા સભ્ય વાય. પી. જોશીએ રૂા. 2.96 લાખ, રૂા. 7500 માનસિક ત્રાસ અને રૂા. પાંચ હજાર વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો. ફરિયાદીના વકીલ તરીકે મહેન્દ્રભાઇ ઠક્કર, ચિંતન ઠક્કર, કુલીન ભગત, કોમલ ઠક્કર રહ્યા હતા. 

Panchang

dd