અંજાર, તા. 3 : અહીંની નગરપાલિકાના નવ વોર્ડની
36 બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ
પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 250 જેટલા દાવેદારે ભાવિ નગરસેવક
બનાવા માટેની ખેવના સેવી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. શહેરની મિસ્ત્રી સમાજવાડી ખાતે
ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બીજા દિવસે સાંજના સમયે અંજાર
નગરપાલિકા જુદા-જુદા વોર્ડમાં ઉમેદવાર પસંદગી
માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં સુધરાઈના પૂર્વ કર્મચારીઓ, પૂર્વ નગરસેવકો, પાલિકામાં
ભૂતકાળમાં મહત્ત્વના હોદ્દા ઉપર રહી ચૂકેલા સહિતના દાવેદારીકર્તા ફોર્મ લઈને ફરતા નજરે
પડયા હતા. પ્રત્યેક વોર્ડમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાની દાવેદારી નોંધાવતાં પક્ષને
પણ ઉમેદવાર પસંદગી માટે ભારે વ્યાયામ કરવાની ફરજ પડશે, તેવું
ચિત્ર ઉપસ્યું હતું.