ગાંધીધામ, તા. 3 : ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે
ઉપર આવેલા એ.ટી.એમ. મશીનમાં ચોરીના પ્રયાસનો મામલો સપાટી ઉપર આવતાં ચકચાર મચી હતી.
મીઠીરોહર રાધે કોમ્પ્લેક્ષ સર્વે નં.287/3માં શોપ નં. 50માં આવેલા એચ.ડી.એફ.સી. બેંકના એ.ટી.એમ.
મશીનમાં અજાણ્યા શખ્સે ગત તા. 1/4/2026ના
રાત્રે 9થી 23.30 વાગ્યા સુધીના અરસામાં
ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે દેખરેખ અને સાફસફાઈની કામગીરી સંભાળનાર સેફ
કયોર કંપનીના સુપરવાઈઝર અજયભાઈ બંસીધર ગૌડની
ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ બળ વાપરીને એટીએમ મશીન ખોલવાનો પ્રયાસ
કર્યો હતો, જેને કારણે મશીનમાં રૂા. 1 લાખનું નુકસાન થયુ હતું. આ ગુનામાં સામેલ
આરોપી શોધવા પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે.