• શનિવાર, 04 એપ્રિલ, 2026

સાચા અર્થમાં વિકાસ થયાનું લોકો માને છે

નખત્રાણા, તા. 3. : રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ હસ્તકના નખત્રાણા તાલુકાના તલથી લૈયારી ગામ વચ્ચે આવેલી નદીનાં વરસાદી પાણીનાં વહેણ પર રૂા. 51 લાખના ખર્ચે નાળાંકામ તથા દેશલપર ગુંતલી ગામે પ્રાચીન ગુંતલી માતાજી મંદિરનાં પટાંગણમાં રૂા. 25 લાખના ખર્ચે નિર્માણ થનારા બોક્સ કલ્વર્ટનાં કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મુખ્ય મહેમાનપદે તાલુકા ભારતીય જનતા આયોજિત કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકરો, સ્થાનિક ગામોના સરપંચ, આગેવાનો, વિવિધ સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અબડાસા વિધાનસભા ક્ષેત્રના નખત્રાણા, અબડાસા, લખપત ત્રણ તાલુકાની આમજનતા માટે આવશ્યક પાયાની સુવિધાઓ રસ્તા, પુલ, શૈક્ષણિક મા. શાળા, પ્રા. શાળાઓ, છાત્રાલયો, હોસ્પિટલ, વીજળી, પાણી સહિતનાં અનેકવિધ વિકાસકામોને પૂર્ણ કરવા કેન્દ્ર-રાજ્ય સરકારે અબજો-કરોડો રૂપિયાના ખર્ચ કર્યા છે તેમજ હજી પણ આ વિસ્તારના વિકાસનાં કામો સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયામાં પ્રગતિમાં છે, થયા છે અને હજી થવાનાં બાકી કામો જ્યારે પૂર્ણ થશે ત્યારે લોકોને સાચા અર્થમાં વિકાસ થયાનું જણાશે, તેવું દેશલપર (ગું.) ગામે તથા છેવાડાના સરહદી વિસ્તાર બન્નીના તલ ગામે વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું હતું. આરંભમાં બંને કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતાં ચંદનસિંહ રાઠોડે અંતરિયાળ છેવાડાના માનવી વિકાસથી વંચિત રહ્યા નથી. દેશલપર ગામે જિ.પં.ના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તથા કરશનજી જાડેજા, લાલજીભાઇ રામાણી, ચંદનસિંહ રાઠોડ, નારાણભાઇ ચાવડા, ઉપસરપંચ ઓસમાણ લાંગાય, જીતેન્દ્રસિંહ જાડેજા, લાલજીભાઇ રામાણી, મુકેશ રાણવા, મનોજ પિત્રોડા, પરસોત્તમ પટેલ, રમેશ પટેલ, ભીભાજી જાડેજા, જગદીશગિરિ ગોસ્વામી, સામજીભાઇ, સુમાર નારેજા ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ સરપંચ નારણભાઇ ચાવડાએ કરી હતી. તલથી લૈયારી વચ્ચેની જે નદી છે તેમાં ચોમાસામાં વરસાદથી આવતા પાણીથી આ વિસ્તાર અન્ય વિસ્તારથી વિખૂટો પડી જતો હતો, જેથી નદીનાં પાણી પર નાળાં પુલના નિર્માણ માટે વર્ષો પૂર્વેની માંગ સંતોષવામાં આવતાં તલ-લૈયારી ગામોના અગ્રણીઓએ ધારાસભ્યનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં પૂર્વ તા.પં. સદસ્ય હોતખાન મુતવા, અમીજ જત, અગ્રણીઓ પૂર્વ સરપંચ અબ્દુલ સલામ જત, અબ્દુલ સલીમ જત, સરપંચ જબાર જત, હરેશદાન ગઢવી, હાસમભાઇ ઠેબા, હાજી સગોરા, બેગમામદ મુતવા, હાજી અયુબ, ભચાયા ઓસમાણ, હરિસિંહ, પાબુસિંહ, ધાખડાજી, રણજિતસિંહ સોઢા, કાદર જત સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દેશલપર (ગું.) ગામે ખાતમુહૂર્ત દરમ્યાન કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ખાતમુહૂર્ત, વિકાસકામ સરકારી છે, ભાજપાના ઉપયોગ સામે વિરોધ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરાયા હતા. આ કાર્યક્રમ આચારસંહિતા લાગી એ પૂર્વે યોજાયો હતો. 

Panchang

dd