ભુજ, તા. 3 : અહીંની એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં
માધાપર યુકેના નિવાસી પટેલ પરિવારો દ્વારા રૂા. 11,50,000નું દાન તથા એક ડાયાલિસીસ મશીન અપાયું હતું. તથા આંખના મેગા
આઈ ઓપરેશન કેમ્પમાં 111 દર્દીના નેત્રમણિરોપણ
કરાયા હતા. હોસ્પિટલમાં રતનબેન હરજીભાઇ દબાસિયાના જન્મદિવસ નિમિત્તે રૂા. 7,50,000ની કિમતનું ડાયાલિસીસ મશીન
તથા સ્વ. રામબાઇ કુંવરજી દબાસિયાના આત્મશ્રેયાર્થે દિલેશભાઇ દબાસિયા, ધનવંતીબેન દબાસિયા, શાંતાબેન
હાલાઇ, સયેન દબાસિયા, દિયેન દબાસિયા,
હરજીભાઇ દબાસિયા, કિશનભાઇ ભુડિયા, નયનભાઇ વેદ્ર, ભાવનાબેન દબાસિયા, મિલનભાઇ વિદ્વાન, આયુષ દબાસિયા અને વિજયભાઇ દબાસિયા જન્મદિવસ
નિમિત્તે દર સપ્તાહે ચાલી રહેલા દ્રષ્ટિ સેવા કેમ્પના ભાગરૂપે ત્રિદિવસીય મેગા આંખના
ઓપરેશન કેમ્પ નં. 243માં જરૂરિયાતમંદ
દર્દીઓના અમદાવાદના નિષ્ણાત સર્જન દ્વારા નેત્રમણિ રોપણ કરાયા હતા. દાતા પરિવારના રાધાબેન
દબાસિયા, મહેન્દ્રભાઇ હાલાઇ, વિનોદભાઇ
ભુડિયા, વેલુબેન ભુડિયા, દેવજીભાઇ દબાસિયા,
ધનુબેન દબાસિયા, નંદિનીબેન દબાસિયા અને શ્રેયા
દબાસિયા સહિત સભ્યોનું સન્માન કરાયું હતું. વીરજીભાઇ હાલાઇ તરફથી આંખના મેગા ઓપરેશન
કેમ્પની જાહેરાત કરાઇ હતી. સ્વાગત ચંદ્રકાન્ત સોનીએ કર્યું હતું. હોસ્પિટલ ચેરમેન ડો.
ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી વિવિધ સેવા પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. નવીન મહેતા,
મનસુખ શાહ, દિનેશ ઠાકર, સંદીપ
ખીરા, ઉમેશ પાટડિયા, રોહિત જોશી અને શક્તિસિંહ
જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ કો.-ઓર્ડિનેટર મીના મહેતા રહ્યા હતા. આભારવિધિ
દિનેશ ઠક્કર તથા સંચાલન અભય શાહે કર્યું હતું.