• શનિવાર, 04 એપ્રિલ, 2026

સુપ્રીમ કોર્ટે બંગાળની વરવી હાલત અનુભવી

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સતત જોખમી બનતી જતી સ્થિતિનો પરચો હવે ન્યાયતંત્રને પણ થઈ ગયો છે.  માલદામાં મતદારયાદી સુધરાવાની કામગીરી સાથે જોડાયેલા સત્તા ન્યાયિક અધિકારીઓની સાથે જે રીતેનું વર્તન થયું તે રાજ્યની કપરી હાલતનું ચિંતાજનક પ્રતિબિંબ પાડે છે.  માલદાના બનાવની છેક સર્વોચ્ચ અદાલતે ગંભીર નોંધ લઈને ટિપ્પણી કરી છે તે રાજ્યના વહીવટતંત્ર માટે ચેતવણી સમાન છે. રાજ્યમાં આ મહિનાની  23મી અને 29મીનાં મતદાન થયવાનું છે તેવા સમયે ખુદ ન્યાયિક અધિકારીઓને બાનમાં રખાયા તે ઘટના સમાન્ય મતદારોની સલામતીની અને લોકશાહીની સમગ્ર પ્રક્રિયા સામે ગંભીર સવાલ ખડા કરે છે. હાલે સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ પશ્ચિમ બંગાળમાં મતદારયાદીઓની એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે.  આ કામગીરી માટે ન્યાયિક અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.  માલદામાં લાકોનાં ટોળાંએ આવા સાત અધિકારીઓને નવ કલાક સુધી બાનમાં લઈને ભારે ચકચાર જગાવી છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ એમ માને છે કે, એસઆઈઆરની કામગીરીથી તેની મતબેંક જોખમમાં છે.  આ માટે લોકોના રોષને ભડકાવવાની કોઈ તક જતી કરાતી નથી.  સાથોસાથ લાકો જો આ કાર્યવાહી સામે વિરોધ દેખાવો કરે ત્યારે રાજ્ય સરકારનાં તત્રો તેની સામે આંખ આડા કાન કરતા રહે છે.  સાથોસાથ મમતા બેનર્જી અને તેમનો પક્ષ રાજ્યમાં આવા બનાવ બનતા ન હોવાનો દેખાવ કરતા રહે છે.  આ વખતે મમતા અને તૃણમૂલનો દાવ ઊંધો પડી ગયો છે . રાજ્ય સરકારના તંત્રની નાલેશી પણ સામે આવી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આ સમગ્ર બનાવની ભારે રોષભેર નોંધ લઈને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. મુખ્ય ન્યાયાધીશે જે કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે તે રાજ્યના વહીવટ તંત્ર માટે ભારે શરમજનક છે. ન્યાયપાલિકાના અધિકારીઓની સલામતી તરફ સેવાયેલા દુર્લક્ષે રાજ્યમાં મતદારોની સલામતી સામે સવાલ ખડા કર્યા છે.  મુખ્ય ન્યાયાધીશે તો રાજ્યના દરેક અધિકારીઓ રાજકીય ભાષા બોલતા હોવાનું જણાવીને નરાજગી વ્યકત કરી છે.   ઉલ્લેખનીય છે કે, રાજ્યની મતદારયાદીમાંથી ગેરકાયદે અને અમાન્ય મતદારોનાં નામ કમી કરવા હાથ ધરાઈ રહેલી એસઆઈઆરની કામગીરી સામે લોકોના એક વર્ગમાં રોષ છે.  રાજ્યના લગભગ 7.6 કરોડ મતદારોમાંથી દસ ટકા મતદારોનાં નામ યાદીમાંથી  રદ કરાયાં છે.  અંતિમ યાદી બાદ 60 લાખ નામોમાં વિસંગતિ હોવાનું સામે આવ્યું છે.  મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેમનો પક્ષ અને આવા મતદારો તમામ ભારે નારાજ છે અને તેઓ કાયદો હાથમાં લેતા હોવાનું માલદાના બનાવે બતાવી આપ્યું છે. રાબેતા મુજબ મમતાએ આ બનાવમાંથી હાથ ઊંચા કરી લીધા છેતેમણે પ્રથમ તો ચૂંટણીપંચને જવાબદાર ગણાવ્યું, હવે તેઓ આ બનાવની પાછળ બારાતુઓનો હાથ હોવાની વાતો શરૂ કરી છે.  જો કે, હવે તો સર્વોચ્ચ અદાલત સુદ્ધાંને બંગાળની હાલતનો જાતઅુનભવ થઈ ગયે છે.  હવે મમતા અને તેમના આશ્રિત કર્મચારીઓને જાગવાનો સમય આવી ગયો છે.  હવે જો કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો સર્વોચ્ચ અદાલતના ખોફથી તેઓ બચી શકશે નહીં. 

Panchang

dd