• શનિવાર, 04 એપ્રિલ, 2026

ઓનલાઈન ઠગાઈમાં ગુમાવેલા 25.17 લાખ પરત અપાવાયા

ભુજ, તા. 3 : પશ્ચિમ કચ્છમાં ઓનલાઈન નાણાકીય છેતરપીંડીના વિવિધ બનાવોમાં ભોગ બનેલા કુલ 30 અરજદારે ગુમાવેલી રૂા. 25,17,136ની રકમ પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખા હેઠળના સાયબર સેલે તેરા તુજકો અર્પણ સૂત્ર અંતર્ગત પરત અપાવી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ઓનલાઈન ઠગાઈનો ભોગ બનેલા અરજદારોએ સાયબર સેલ તથા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર નોંધાવેલી ફરિયાદોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગુમાવેલા નાણાં વિવિધ બેંકમાં ફ્રીઝ કરાવાયા હતા, જે અરજદારોના ખાતામાં પરત મેળવવા કરાયેલી અરજીને ધ્યાને લઈ કુલ રૂા. 25,17,136 ભોગગ્રસ્તોને પરત અપાવી હતી. સાયબર ક્રાઈમથી બચવા માટે કોઈ પણ અજાણ્યા નંબરથી આવેલી લિંક પર ક્લિક ન કરવા સાથે કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાની ઓળખના આધારો કે બેંક સંલગ્ન ઓટીપી ન આપવાની પોલીસે સલાહ આપી હતી. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપીંડી આચરાય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. 

Panchang

dd