વોશિંગ્ટન, તા. 3 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પનું મગજ ચસ્કી ગયું હોય તેવું લાગે છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ બ્રાન્ડેડ
વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ
લાદવાની ઘોષણા કરી હતી. ટ્રમ્પના આ ફેંસલાની ભારત જેવા પ્રમુખ નિકાસકાર દેશો પર ગંભીર
અસર પડશે. અમેરિકાને ભારે પ્રમાણમાં દવા નિકાસ કરતી ભારતીય ફાર્મા કંપનીઓ 100 ટકા ટેરિફના રડારમાં આવી જશે.
આ પગલાં પાછળ દવા કંપનીઓને તેમનાં ઉત્પાદનના એકમ પાછા અમેરિકા લાવવા માટે મજબૂર કરવાનો
ઈરાદો છે. જે કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ શરૂ કરવા અથવા કિંમતોમાં મોટો કાપ મૂકવા માટે
સમજૂતી નહીં કરે તેમને ભારે ટેરિફનો ભાર ખમવો પડશે. ભારતીય કંપનીઓ અમેરિકી આરોગ્ય વિભાગ
સાથે `મોસ્ટ ફેવર્ડનેશન' (એમએફએન)ની સમજૂતી નહીં કરે તો તેમના માટે અમેરિકાની
બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. જાણકારોનું માનવું છે કે, ટ્રમ્પનું
આ પગલું `વૈશ્વિક વેપાર
યુદ્ધ'ને ફરી હવા આપી શકે છે. ટ્રમ્પ પ્રશાસને 1974ના વ્યાપાર અધિનિયમની ધારા
232 હેઠળ સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબાની આયાત ઉપર 50 ટકા ટેરિફ યથાવત્ રાખ્યો છે.
જો કે તેની ગણતરી કરવાની પ્રક્રિયા બદલી છે. હવે ટેરિફ આયાત કરેલી વસ્તુના એવા મૂલ્ય
ઉપર લાગશે જેની અમેરિકી ગ્રાહકો ચુકવણી કરે છે. માત્ર ધાતુની માત્રાના અધારે ચાર્જ
લાગશે નહી. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ અંડર રિપોર્ટિંગને રોકવાનું છે. જો કોઈ ઉત્પાદનમા
ધાતુનું વજન 15 ટકાથી ઓછું છે તો તેના ઉપર 25 ટકા શુલ્ક લાગશે. જો કે અમેરિકી
સ્ટીલ કે તાંબાના ઉપયોગની વસ્તુ ઉપર 10 ટકા શુલ્ક લાગશે. વિજળી ગ્રીડ અને ઔદ્યોગિક ઉપકરણો માટે ટેરિફને
50 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. ટ્રમ્પે
આ સાથે દવા નિર્માતાઓ ઉપર અમેરિકામાં ઉત્પાદનનું દબાણ કરવા મોટો દાવ રમ્યો છે. અમુક
ખાસ આયાત થતી દવા ઉપર 100 ટકા ટેરિફ
લાગાડવામાં આવી છે. આ નવો નિયમ એવી પેટન્ટ દવા ઉપર લાગુ થશે જે એવા દેશોમાં બને છે
જેની સાથે અમેરિકાની કોઈ ટેરિફ સમજૂતી નથી.