ભુજ, તા. 2 : છેલ્લા 187 વર્ષથી ચાલી આવતી રાજાશાહી
પરંપરા મુજબ રુદ્રાણી માતાની પત્રીપૂજા કરવામાં આવી હતી. રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીના
સૂચન મુજબ રાજપરિવારના કુંવર ઈન્દ્રજિતસિંહજીના હસ્તે દરબારગઢ ટીલામેડીથી મા મહામાયા
દેવીના આશીર્વાદ લઈ અને કચ્છના અંતિમ મહારાવ સ્વ. પ્રાગમલજી ત્રીજાની પ્રતિમૂર્તિને
પુષ્પાંજલિ અર્પણ કરી રાજવી પરિવારના સભ્યો અને ભાયાતો રુદ્રાણી માતાનાં મંદિરે પહોંચ્યા
હતા. મહંત લાલગિરિબાપુ તથા આશ્રમની શાળાના વિદ્યાર્થીઓ અને એકત્ર થયેલ ભક્તોએ ઢોલ અને
શરણાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મોટી રુદ્રાણી જાગીરમાં આવેલા તમામ દેવદેવીઓનાં
દર્શન અને પૂજન કરી મુખ્ય મંદિરના ચાર આરાધ્ય દેવી મા મહામાયા, મા રવેચી, મા રુદ્રાણી
તેમજ મા આશાપુરાના નમન- પૂજન કરી કુંવર ઈન્દ્રજિતસિંહે માતાજી સમક્ષ ખેસ ફેલાવી પત્રીરૂપી
આશીર્વાદ માટે ઊભા ત્યારે માતાજીની સ્તુતિના નાદથી પરિસર ગાજી ઊઠયું હતું. મોટી પોશાળ
જાગીરના પ્રવીણ મેરજી ગોરજી, તેરા ઠાકોર પરિવારના મયૂરધ્વજસિંહ
રહ્યા હતા. હર્ષાદિત્યસિંહ, ગોર દેવજી પ્રવીણ, વિપુલ દવે સહિત ઉપસ્થિત રહ્યા હતા. પૂજનવિધિ મહંત લાલગિરિબાપુની હાજરીમાં શાત્રી
તેજસ મહારાજ અને જયેશ મહારાજે કરાવી હતી. મા આશાપુરા મંદિર ભુજનાં દર્શન કરી અને લધાશા
પીરની દરગાહ પર ચાદર ઓઢાડી અને કચ્છમાં સર્વધર્મ સમભાવ અખંડ રહે તેવી પ્રાર્થના કરી
હતી. દરગાહના મુજાવર અનવર શેખે રાજવી પરિવારનું સ્વાગત કરી કચ્છની કોમી એકતા બરકરાર
રહે તેવી દુઆ કરી હતી. વ્યવસ્થા પ્રાગમહેલના સ્ટાફે સંભાળી હતી.