• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

ડિજિટલ યુગમાં તકેદારી સાથે પ્રથમ નાગરિક તરીકે ફરજ બજાવો

અંજાર, તા. 2 : અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠન અને સેતુ અભિયાન સંસ્થા સાથે મળીને નવા ચૂંટાયેલા સરપંચો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના અલગ અલગ ગામોના 20 સરપંચનું સંગઠનના પ્રમુખ દેવઈબેન કાનગડ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યું હતું અને નીતિથી કામ કરવા તથા પોતાની જવાબદારી પોતે જ નિભાવવા સહિતના મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલીમકાર લતાબેન દ્વારા સરપંચની સત્તા, કાર્યો, ફરજ તેમજ આવકના  સ્ત્રોતની માહિતી આપી હતી. સંગઠન સલાહકાર અરજણભાઈ કાનગડએ ડિજિટલ યુગમાં ખૂબ જ તકેદારી સાથે અને ગામના પ્રથમ નાગરિક તરીકે ફરજ બજાવી સાચા માર્ગનો સાથ આપવા માટે કહ્યું હતું. આ તાલીમમાં કારોબારી તેમજ સલાહકાર સભ્યો તથા સેતુ અભિયાન સંસ્થાના પ્રતિનિધિઓ અને નવનિયુક્ત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. અંજાર તાલુકા બિનરાજકીય ગ્રામ પંચાયત સંગઠન વર્ષ 2008 કાર્યરત છે જે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને માહિતી અને નીતિ વિષયક માર્ગદર્શન આપે છે. 

Panchang

dd