• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

યુનો વડા ભારત પર થયા ઓળઘોળ

નવી દિલ્હી, તા. 15 : ભારતનું મહિમાગાન કરતાં સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટેનિયો ગુટરેસે કહ્યું હતું કે, ભારત વૈશ્વિક મામલાઓમાં પ્ર્રભાવ ધરાવતી એક બેહદ સફળ અર્થવ્યવસ્થા છે. એઆઇ શિખર સંમેલન માટે પણ ભારત બિલકુલ યોગ્ય સ્થળ છે. એઆઇથી માત્ર વિકસિત દેશોને નહીં, પરંતુ આખી દુનિયાને લાભ થવો જોઇએ તેવું તેમણે કહ્યંy હતું. યુનો વડાએ જણાવ્યું હતું કે, આ શિખર સંમેલનનાં  આયોજન બદલ ભારતને હાર્દિક વધામણી આપું છું. એ જરૂરી છે કે, એઆઇનો વિકાસ દરેકના લાભ માટે થાય અને `ગ્લોબલ સાઉથ'ના દેશો પણ લાભાર્થી બને, તેવું ગુટરેસે ઉમેર્યું હતું. આ ઉચ્ચસ્તરીય કાર્યક્રમ 16થી 20 ફેબ્રુઆરી દરમ્યાન યોજાશે, જે `ગ્લોબલ સાઉથ'ના કોઇ દેશમાં યોજાનાર પ્રથમ એઆઇ શિખર સંમેલન હશે. ગુટરેસ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની યાત્રાએ આવશે. યુનો વડાએ કહ્યું હતું કે, વૈશ્વિક મામલાઓમાં પણ ભારતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. 

Panchang

dd