• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ભાજપ અને ચૂંટણીપંચ આગ સાથે રમે છે : મમતાના પ્રહાર

કોલકાતા, તા. 2 : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક રેલી સંબોધતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચૂંટણીપંચ અને ભાજપ આગ સાથે રમી રહ્યા છે. માલદાની ઘટના જેવી રાજ્યભરની સ્થિતિ બગાડવા પાછળ એક સુનિયોજિત ષડ્યંત્ર છે. એકાદી ઘટનાનો ઉપયોગ આખા બંગાળની છબી બગાડવા કરાય છે, તેવું મમતા બોલ્યા હતા. તૃણમૂલ સુપ્રીમોએ આરોપ મૂક્યો હતો કે, રાજ્યના અનુભવી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસકર્મીઓની બદલી કરી દેવાઇ જેઓ બંગાળની સ્થિતિથી વાકેફ હતા. એવા કેન્દ્રીય અધિકારી તૈનાત કરાયા છે, જેમનામાં બંગાળની પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા નથી, તેવું બેનર્જીએ કહ્યું હતું. 

Panchang

dd