• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

`ભારતે પોતાની શરતે કર્યા 38 દેશથી કરાર'

નવી દિલ્હી, તા. 15 : કેન્દ્રીય બજેટ, અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેના વેપાર કરારો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતના મજબૂત ઉત્પાદન ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રે તેને પોતાની શરતો પર 38 દેશો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) કરવા સક્ષમ બનાવ્યું છે.  સંરક્ષણ બજેટમાં વધારો એ કોઇ ઓપરેશનથી જોડાયેલો નથી, પરંતુ તે લાંબા ગાળાની સુરક્ષા રણનીતિનો ભાગ છે. તેમણે ઓપરેશન સિંદૂરને સશત્રદળોની બહાદૂરીનું પ્રતીક લેખાવ્યું હતું અને ઓઆરઓપી લાગુ કરવાને સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. પાકિસ્તાન સાથે યુદ્ધનો ખતરો કેટલો અસલી તેવા સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે તૈયાર રહેવું પડશે. વેપાર કરાર અંગે પીએમ મોદીએ કહ્યું કે, રાજકીય સ્થિરતા અને રાજકીય આગાહીએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવ્યો છે. તેમણે કહ્યું કે, અમારા મુક્ત વેપાર કરારનો ઉદ્દેશ્ય કાપડ, ચામડું, રસાયણો, હસ્તકલા, ઘરેણાં અને અન્ય ક્ષેત્રોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બજાર પહોંચને વિસ્તૃત કરવાનું છે. તેમણે કહ્યું, આ વર્ષનું બજેટ ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની ઇચ્છાને પ્રતાબિંબિત કરે છે. બજેટ  મજબૂરીમાંથી જન્મેલી `હમણાં નહીં તો ક્યારેય નહીં' તક નથી, પરંતુ તૈયારી અને પ્રેરણામાંથી જન્મેલી `આપણે તૈયાર છીએ' ક્ષણ છે. સંરક્ષણ બજેટમાં વધારાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, `દેશના સંરક્ષણ દળોને ટેકો આપવા અને મજબૂત કરવા માટે સરકાર જે પણ જરૂરી હશે તે કરશે. વર્તમાન પરિસ્થિતિઓ અનુસાર સંરક્ષણ ક્ષેત્રને આધુનિક બનાવવાની જવાબદારી સરકારની છે.' કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર પર નિશાન સાધતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, `તેઓએ ભારતને વિશ્વાસ સાથે વાટાઘાટો કરવાની સ્થિતિમાં છોડ્યું નહીં. યુપીએ સરકાર દરમિયાન, વાટાઘાટો શરૂ થતી અને પછી તૂટી પડતી, પરંતુ લાંબી વાટાઘાટો છતાં, કોઈ નક્કર પરિણામો પ્રાપ્ત થયાં ન હતા.' પીએમ મોદીએ કહ્યું હતું કે, `ખાનગી ક્ષેત્રે માર્જિનનું રક્ષણ કરવા પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે સંશોધન અને વિકાસ, સપ્લાય ચેઇન અને ગુણવત્તામાં રોકાણ કરવું જોઈએ. વિકસિત ભારત માટે આગામી છલાંગ નવીનતા, લાંબા ગાળાની ક્ષમતાઓ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ખાનગી ક્ષેત્રના રોકાણ પર આધારિત હશે.

Panchang

dd