નવી દિલ્હી, તા.13 : દિલ્હી
વિસ્ફોટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે 500 સ્થળોએ દરોડા પાડયા છે અને 600 લોકોને
અટકાયતમાં લીધા છે. આ દરોડા જમાત-એ-ઇસ્લામી સામે કરવામાં આવ્યા હતા. શ્રીનગર, કુલગામ, પુલવામા, શોપિયા અને બારામુલ્લા સહિત અનેક
જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ
બાદ વિવિધ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. વિસ્ફોટના તાર જમ્મુ અને કાશ્મીર સાથે
જોડાયેલા છે અને ત્યાં શંકાસ્પદોને પકડવામાં આવી રહ્યા છે. દરમિયાન ડૉક્ટર મોડયુલ
સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ સરકારી કર્મચારીઓ સહિત લગભગ 10ને
પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.