• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

માંડવી શાંતિધામનું ગેસ આધારિત માળખું દોઢ વર્ષથી કાર્યરત થવાની રાહમાં

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 13 : આ બંદરીય શહેરમાં દરિયાકિનારે આવેલાં `શાંતિધામ' સ્મશાને રૂપિયા 26 લાખના ખર્ચે સ્થાપિત ગેસ સગડીવાળું માળખું કાર્યરત થવાના ઈન્તજારમાં છે. જાગૃત નાગરિકોએ આક્રોશ પ્રદર્શિત કરતાં કહ્યું કે, અકળ રીતે દોઢેક વર્ષથી એ અગ્નિદાહ વ્યવસ્થા ચાલુ નહીં થવાથી ચીમની વગેરે ભાગો કાટ ખાઈ રહી છે. નગર સેવા સદનના પ્રમુખે ઉપરોક્ત માળખાંનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાને હસ્તાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ અંતિમક્રિયા અર્થે આર્થિક ભારણ લાદવામાં ન આવે તે પૂર્વ શરતને પહોંચી વળવા ધારાસભ્યે ખૂટતી રકમનું પ્રાવધાન કરાવી આપવાની ખાતરી સંચાલન લેનાર સંસ્થાને આપી હોવાનો પ્રતિભાવ આપ્યો હતો. અંતિમ વિરામ અર્થે સાગર કાંઠે હિન્દુ સ્મશાન સંકુલ આવેલું છે. સામાન્ય રીતે શબને અગ્નિદાહ આપવા હતભાગી પરિવારો ખુલ્લામાં અંતિમવિધિનો આગ્રહ રાખવાની પરંપરા રહી છે. જો કે, કમ્પાઉન્ડ બંધ, પાકા છાપરાંવાળા સ્મશાન ઘાટે ત્રણેક સગડી ઉપલબ્ધ છે. લાકડાં મૂકીને મૃતદેહને અવલ મંજિલે વિદાય અપાય. વરસાદી વાતાવરણ જેવી પરિસ્થિતિમાં ખુલ્લામાં વિધિ કરવાને બદલે આ સંકુલનો ઉપયોગ કરાતો હોય છે, ખુલ્લામાં અગ્નિદાહ અને સામે અસ્થિ વિસર્જન થાય છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે નગર સેવા સદન દ્વારા રૂા. 26 લાખના ખર્ચે એક સગડીને સ્થાને ગેસ સગડી પ્રસ્થાપિત દોઢેક વર્ષથી કરાઈ છે. સંચાલન સ્વૈચ્છિક સંસ્થાને આપવા રોટરી, ભારત વિકાસ પરિષદ વગેરે જેવી એજન્સીઓ સાથે વાત ચાલેલી. એક મૃતદેહના અગ્નિસંસ્કારમાં સરેરાશ 10-11 મણ લાકડાં જોઈએ. 1000-1100ન લાકડાં જોઈએ. ગેસ આધારિત અગ્નિદાહની વ્યવસ્થામાં દોઢ-બે બાટલા જોઈએ અને એ બાટલા કોમર્શિયલ હોવાથી રૂા. 1800 જેટલો થાય. એક બોટલ ગણતા ત્રણેક હજાર ખર્ચ પહોંચે. એ ગણતરીએ લાકડાં સસ્તાં પડે, પરંતુ પર્યાવરણ સુરક્ષાની દૃષ્ટિએ ગેસનો ઉપયોગ હિતકર મનાય છે. અત્રે વીસેક ગેસ બાટલા અને પાંજરું કાર્યરત થવાની રાહમાં છે. ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ સોલંકીએ કહ્યું હતું કે, ચાલુ કન્ડિશનમાં સંચાલન વ્યવસ્થા સંભાળવા વિચારધીન છે, પરંતુ તમામ અધૂરાશો પૂરી કરાય અને લેખિત દરખાસ્ત આવે તે જરૂરી છે. જો કે, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની તત્પરતાને ટાંકીને તેમણે ઉમેર્યું હતું કે, આવતા વધારાના નાણાંકીય ભારની વ્યવસ્થા પ્રાવધાન કરવાની શ્રી દવેએ ધરપત ખાતરી આપી છે.  નગરપતિ હરેશભાઈ વિંઝોડાએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ભેજવાળાં વાતાવરણ જ્યાં પણ અનિવાર્ય જરૂરી હશે, ત્યાં તમામ અપેક્ષિત પ્રશ્નો નિવારી દેવાયા છે અથવા નિવારી દેવાશે. હતભાગી પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જડતા સ્વીકાર્ય નથી. શ્રી વિંઝોડાએ વધુમાં કહ્યું કે, ધારાસભ્ય ને સંસ્થા સંચાલન સંભાળવા આગળ આવશે, તેને એક વર્ષ માટેનો આર્થિક ભારણ પ્રાવધાન આગોતરું કરી આપવા તૈયારી દેખાઈ છે. મળેલી જાણકારી પ્રમાણે વડોદરાની અલ્ફા ઈક્વિપમેન્ટ એજન્સી આ કામે રહી છે. ટૂંકમાં ચીમનીઓ ચાલુ અને કાટ વિનાની હોય અને નાના માણસ પરિવાર ઉપર આર્થિક ભારણ ન આવે, સમયબદ્ધ સર્વિસિંગ થાય, તો અહીં ભારત વિકાસ પરિષદ સંચાલન સંભાળવા હકારાત્મક હોય, તો નાણાનો દુર્વ્યય અટકે અને વ્યવસ્થા કાર્યરત થાય એમ છે.

Panchang

dd