રોમ, તા. 13 : ગત
ચેમ્પિયન ઇટાલીનો યાનિક સિનર ઘરેલુ દર્શકોના અપાર સમર્થન વચ્ચે જર્મન ખેલાડી
એલેકઝાંડર ઝેવરેવને હાર આપીને એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં
પહોંચ્યો છે. ઇન્ડોર હાર્ડ કોર્ટ પર સિનરે તેની જીતનો ક્રમ 28 મેચ
સુધી પહોંચાડી દીધો છે. જેવરેવ સામે સિનરની આ સતત પાંચમી જીત છે. સિનરનો ગઇકાલે
રાત્રે રમાયેલી મેચમાં 6-4 અને 6-3થી
વિજય થયો હતો. અન્ય એક મેચમાં આઠમા ક્રમના ઓગર અલિયાસ્મે હરીફ ખેલાડી શેલ્ટનને 4-6, 7-6 અને
7-પથી
હાર આપી ટૂર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી હતી.