નલિયા, તા. 13 : અબડાસા
તાલુકાનાં મુખ્ય મથક નલિયામાં રખડતા ભટકતા ઢોરોની સંખ્યા સંખ્યા વધી ગઈ છે. ભટકતા
ઢોરો એકબીજામાં બાખડતા હોય,
ત્યારે બજાર તેમજ જાહેર માર્ગો પર લોકોની દોડધામ થાય છે. તંત્ર
દ્વારા વહેલી તકે આવા ઢોરોને પકડવાની કાર્યવાહી કરાય તેવી નગરજનો માંગ કરી રહ્યા
છે. બજાર ચોકમાં દરરોજ આખલા વચ્ચે યુદ્ધ થતું હોય છે, ત્યારે
લોકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે. આખલાઓ દ્વારા અનેક લોકોને હડફેટે લેતા ઘાયલ
થવાના બનાવ પણ બન્યા છે. રખડતા ભટકતા ઢોરો અને આખલાઓને પાંજરાપોળ કે અન્ય જીવદયા
સંસ્થાઓમાં મોકલવામાં આવે અને તંત્ર દ્વારા વહેલી તકે ઢોરોની વ્યવસ્થા કરવામાં આવે
તેવી લોકોની માંગ છે.