• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

ભુજમાં ટુ-વ્હીલર પર આંકડો રમાડતો `પપ્પી' પકડાયો

ભુજ, તા. 13 : કચ્છમાં ચકલા-પોપટ અને આંકડાના જુગારની બદી વ્યાપક બની છે, તે વચ્ચે પોલીસે પણ આવા ખેલને નાબૂદ કરવા કમર કસી છે. શહેરના બસ સ્ટેશન પાસે ટુ-વ્હીલર એક્સેસ પર નાઇટ મિલનનો આંકડો રમાડતા એજાજ ઉર્ફે પપ્પી સલીમ સિદ્દી (ભુજ)ને એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે, ભુજના બસ સ્ટેશન આગળ જલદીપ હોટેલ બહાર પોતાના કબજાની એક્સેસ ટુ-વ્હીલર નં. જી.જે. 12 એચ.સી. 4233વાળી ઉપર બેસીને એજાજ ઉર્ફે પપ્પી સિદ્દી જાહેરમાં માણસો પાસેથી રૂપિયા લઇ પોતાની ડાયરીમાં નાઇટ મિલન વરલી-મટકાનો આંકફરકનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના પગલે એલસીબીએ એજાજને રોકડા રૂા. 9070, એક મોબાઇલ કિં. રૂા. 10,000 તથા એક્સેસ કિં. રૂા. 40,000 તથા ડાયરી-પેન એમ કુલે રૂા. 59,070ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, જ્યારે આ કામનો સહઆરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ખાનસાબ પઠાણ (રહે. કેમ્પ એરિયા-ભુજ) હાજર મળ્યો ન હતો.

Panchang

dd