ગાંધીધામ, તા. 13 : શહેરના
ચુંગી નાકા પાસે લગાવેલા પોલીસના સી.સી.ટી.વી. કેમેરા સહિતની સામગ્રીમાં અજાણ્યું
વાહન ભટકાતાં રૂા. સાત લાખની નુકસાની અંગે ગુનો નોંધાયો હતો. ગાંધીનગરની રેલટેલ કોર્પોરેશન
ઓફ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીને રાજ્ય સરકારે વિશ્વાસ-બે હેઠળ ક્લસ્ટર-1 હેઠળ
જાહેર માર્ગો પર કેમેરા લગાવવા,
મરંમત કરવાનું કામ આપ્યું છે, જે અંતર્ગત આ
કંપનીએ ગાંધીધામના ચુંગી નાકા પાસે સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા હતા. આ કેમેરાવાળી
જગ્યાએ અજાણ્યું વાહન અથડાતાં પોલ, કેન્ટિલિવર, ફિક્સ કેમેરા, એન.એન.પી.આર. કેમેરા, પોલનું ફાઉન્ડેશન, કેર-6, પાવર
કેબલ, ફિક્સ
કેમેરા હાઉસિંગ, એ.એન.પી.આર. કેમેરા હાઉસિંગ, આઇ.આર. નંગ-બે, ડોટ ફોર કેબલ, ફિક્સ
કેમેરા સ્ટેન્ડ, આઇ.આર. એડેપ્ટર નંગ-2, સાઇન
બોર્ડ, 50 મીટર
ટ્રેનચિંગ, 64 જી.બી.ના
બે મેમરી કાર્ડ, અર્થિંગ ચેમ્બર વગેરેમાં નુકસાન થયું હતું. જયદીપ દિનેશ શાહે અજાણ્યા
વાહનચાલક વિરુદ્ધ રૂા. 7 લાખની નુકસાની અંગે ફરિયાદ
નોંધાવી હતી.