• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

નાપાક હરકતો પ્રત્યે સજાગતા એ સમયનો તકાજો

દેવેન્દ્ર વ્યાસ દ્વારાનાના રતડિયા, તા. 13 : દેશમાં `ભારતપર્વ' મનાવાઈ રહ્યું છે. લોહપુરુષ સરદારની વૈશ્વિક ગરિમા પ્રાપ્ત સ્મૃતિ સ્થલે નમન કરીને આ દિવ્ય અને ભવ્ય મહોત્સવની તીર્થભૂમિએ આદેશ થતાં આવવાનું સદ્ભાગ્ય સાંપડયું તેથી ધન્યતા અનુભવું છું. રાષ્ટ્રમાં સર્વાંગી વિકાસયાત્રામાં અગ્રીમ હરોળમાં ઉભરી રહેલા ગુજરાત અને ઉત્તરપ્રદેશ રાષ્ટ્રોમાં ડબલ એન્જિન સરકારો જન કેન્દ્રી સુખાકારી માટે પ્રેરણારૂપ ઉપસ્યા છે ત્યારે રાષ્ટ્રીય એકતા અને મૂલ્યોના સંવર્ધન-સંરક્ષણમાં મજબૂત સાંકળ બની રહેવું એ સમયનો સાદ હોવાનું કચ્છમાં પહેલીવાર પદાર્પણ કરનારા ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય શ્રીપીઠ આશાપુરા માતજી મંદિરે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં લાગણીઓ પ્રદર્શિત કરતાં કહ્યું હતું. શંકરાચાર્યજી મહારાજના સાંનિધ્યમાં સાંય આરતીમાં જોડાઈને ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને પ્રદ્યુમનસિંહે ધર્મલાભ લીધો હતો. અદ્યતન વૃદ્ધાશ્રમની જાહેરાત કરાતા શ્રી મૌર્યના હાથે દાતા બાબુલાલભાઈ રાજપુરોહિતનું મહેમાન કરાયું હતું. ભાગવતકથામાં આજે પાંચમાં દિને અંતિમ ચરણમાં આશીર્વચનો પાઠવતા જગદગુરુ શંકરાચાર્યે વાસુદેવાનંદ સરસ્વતીજીએ કૃષ્ણ પ્રાગટયોત્સવમાં હૈયાના હિલોળે ઝુમતાં ભાવિકોએ સર્જેલા ભાવાવરણને શબ્દ સ્વરૂપ આપતાં જણાવ્યું કે, વસુદેવજીએ વાસુદેવનું બાલ્ય સ્વરૂપ જોયું ત્યારે ગદગદ થઈ ગયા. અદભૂત બાળ, બ્રહ્મા પણ જેનું બાળક હોય, જેના રોમેરોમ કોટિકોટિ બ્રહ્માંડના દર્શન થાય એવા ચતુર્ભુજ-શંખ, ચક્ર, ગદા, પદમધારી છોટે લાલકા વિરાટ દર્શન ભગવાન કૃષ્ણ બાળસ્વરૂપની કલ્પના માત્રથી આનંદ વિભોર થઈ જવાય એવા દેવકીનંદના ચરણોમાં પ્રણામાંજલિ અર્પણ કરું છું. સવારે પહેલા સત્રમાં અગિયાર કલાકે મોટરમાર્ગે અત્રે આવેલા રાષ્ટ્રીય કદના નેતા ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે સરદારની ભૂમિને પ્રકાશમય ગણાવતાં 2047ના વિકસિત ભારત નિર્માણમાં નાગરિક ધર્મ -પ્રદાન-અદા કરવા હાકલ કરી હતી. એક જુટ રહીશું તો મજબૂત રહીશું. કચ્છના પડોશમાં પાકિસ્તાન છે ત્યારે નાપાક હરકતો પ્રત્યે સદૈવ સતર્ક રહેવું એ સમયનો તકાજો છે. શત્રુત્રાંસી આંખ કરવાની કુચેષ્ટાના કરે. ભક્તિભાવ લઈ આવનારા ભાવિકોની મનોકામના પરિપૂર્ણ થાય એવી વાંછના પ્રદર્શિત કરતાં શ્રી મૌર્ય કલ્યાણનંદગિરિજીની દૃષ્ટિ-સૃષ્ટિ, મુખ્યદાતા અનિલકુમાર મણિશંકર પેથાણી પરિવાર જેવાના સહયોગ અને શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ વગેરે થકી નયનરમ્ય માળખું ખડથળું છે તે આંખ ઠારે છે. એવી લાગણી પ્રદર્શિત કરી હતી. તેમણે ભાવિકો અને કચ્છીઓને મથુરા, અયોધ્યા, વૃંદાવન, કાશી, ગંગાસ્નાન વગેરે માટે ઉ.પ્ર. આવવા આમંત્રણ આપતા ઉમેર્યું કે, આઈએ મે સ્વાગત કરુંગા! કથામંડપમાં હિંમતનગરના બાબુલાલભાઈ રાજપુરોહિત એમના પુત્ર અમૃતભાઈ વગેરેએ દ્વારા આ તીર્થ સ્થળે વીસેક રૂમ, હોલ સહિત અદ્યતન વૃદ્ધાશ્રમ નિર્માણ માટે દાન આપવાની જાહેરાત કરાતાએ રાજપુરોહિત અને મોટા ગજાના દાન-શ્રેષ્ઠીનું બહુમાન પૂ. બાપુ અને શ્રી મૌર્યના હસ્તે કરાયું હતું. સદરહુ સંકુલ નિર્માણ માટેનુ ખાતમુહૂર્ત મહોત્સવ વિરામ સાથે 17મીએ કરાશે એવી માહિતી મળી હતી. દ્વિતીય સત્રમાં વ્યાસાસનેથી મહંત જિતેન્દ્રનાથજીએ ભગવાન શ્રી કૃષ્ણના લાલ સ્વરૂપને સુરાવલિ સંગાથે ભાવપૂર્ણ લડાવી શ્રાવકોને ડોલાવ્યા હતા. આ અવસરે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી જાડેજાએ કથાશ્રવણ અંતે આરતીનો ધર્મ લાભ લીધો હતો. સવારે શ્રી કેશવપ્રસાદ મૌર્ય સાથે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિ. ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી વગેરે જોડાયા હતા. બીજા સત્રમાં સામતસિંહજી સોઢા, પ્રતાપસિંહ સોઢા, ચંદુભા જાડેજા, તા. કોગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજા, વલ્લભભાઈ વેલાણી, ખેતશીભાઈ ગઢવી, દીપેશભાઈ જોશી વગેરેએ ધર્મ લાભ લીધો હતો. વૃદ્ધાશ્રમના દાતા પરિવારનું બહુમાન શ્રી મૌર્યના હસ્તે કરાયું હતું. શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા પીઠાધીશ કલ્યાણનંદગિરિજી મહારાજ, બટુકસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા, દેવેન્દ્ર વ્યાસ, નારાણભાઈ ચૌહાણ (પટેલ), મનોજ અમૃતિયાના હાથે કેશવપ્રસાદજીનું સાલ વડે અભિવાદન કરાયું હતું. શ્રી મૌર્ય મંદિર દર્શન બાદ શંકરાચાર્યજીના આશીર્વાદ લીધા હતા. આયોજનમાં કીર્તિભાઈ ગોરે વ્યવસ્થા સંભાળી અને આગમન વેળાએ શ્રી મૌર્યનું સત્કાર કર્યો હતો.

Panchang

dd