ભુજ, તા. 13 : મુંદરા
તાલુકાના ભદ્રેશ્વરમાંથી પરપ્રાંતીય 12 વર્ષ ને 10 માસની
સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઈકાલે મુંદરા મરીન પોલીસ મથકે મૂળ
પશ્ચિમ બંગાળના હાલે ભદ્રેશ્વર રહેતા સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11/11ના
તેમની 12 વર્ષ ને 10 માસની સગીર વયની દીકરીનું આરોપી
તપોસે કોઈ પણ રીતે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયા છે. પોલીસે
પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.