ગાંધીધામ, તા. 13 : વિશ્વ
ના સુન્ની મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ ત્રણ દિવસની કચ્છની મુલાકાતે આવ્યા છે.
ગાંધીધામ ખાતે યજમાન દ્વારા આયોજીત સમારોહમાં ધર્મગુરૂએ ભારત આવે ત્યારે વતન આવતા
હોવાની લાગણી થતી હોવાનું જણાવ્યું હતું.
ં સુન્ની મુસ્લીમ સમાજના વિશ્વના ધર્મગુરૂ સૈયદ હાસીમ અલ ગીલાની મુસ્લિમ અગ્રણી
હાજી જુમા રાયમા માટે ગોષે પાક દરગાહ ની મઝાર ની ચાદર લઈ આવ્યા હતા તે ચાદર આપી
હતી. આ દુનિયા ની અનમોલ ભેટ હોવાનું શ્રી રાયમાએ જણાવ્યું હતું. ધર્મગુરૂએ કહ્યું
હતું કે જણાવેલ કે જ્યારે જ્યારે ભારત આવુ છુ ત્યારે મને મારા ઘરે આવ્યો હોઉં તેવુ
લાગે છે ભારત ની માટી મા મોહબ્બત ની ખુશ્બુ છે હું આવ્યો એ આયોજન નહી નહી પણ ગૌષે
પાક નો આદેશ હતો. તેમના આદેશ થી આવ્યો છુ. તેમણે કહ્યું હતું કે કે કચ્છ અને કચ્છી
લોકો દ્વારા મળેલી લાગણી અને મોહબ્બત માટે તમામ કચ્છ વાસીઓનો આભારી છુ. સૈયદ
અહમદશા બાવા કચ્છ માટે રહમત હતા આજે પણ તેમનો રુહાની ફૈઝ કચ્છ પર વરસી રહ્યો
હોવાનું ઉમેર્યું હતું. તેમણે કચ્છ ની મુલાકાત કરાવવા માટે હાજી જુમા રાયમા નું
આમંત્રણ અને તેમની લાગણી અને સૈયદ મઝહર અબ્બાસ બાવા નો આગ્રહ હતો તેમની મહેનત થી
તમામ કચ્છ વાસીઓ થી મળવાનો મોકો મળ્યો હોવાનું જણાવ્યું હતું. યજમાન શ્રી રાયમાએ
સહભાગી આપનારા તમામ લોકો પ્રત્યે અને ખાસ સૈયદ મઝહર બાવા પ્રત્યે આભારની લાગણી
વ્યકત કરી હતી. તમામ પ્રવાસ મા સૈયદ અનુબાપુ સૈયદ તાલીમ બાપુ દાઉદ બોલીયા મહમદ
આગરીયા સાદીક રાયમા હનીફ મેમણ હુશેન આગરીયા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 11મી શરીફમાં પીર અબ્દુલ કાદીર
જીલાની ર.અના ઉર્ષની ચાદર બદલાવવામાં આવે છે. આ કયારે ય બહાર નથી આવતી પ્રથમ વખત
ધર્મગુરુ મઝારની ચાદર બગદાદથી લાવ્યા છે તે તેમને આપી હતી.