કોલકાતા, તા. 13 : આફ્રિકા
વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ પૂર્વે ભારતીય કપ્તાન શુભમન ગિલે પસંદગીને લઇને કેટલાક
ખુલાસા કર્યા હતા. તેણે સ્વીકાર્યું કે પરિસ્થિતિ અનુસાર ટીમ સંયોજન ગોઠવવા માટે
વધારાનો એક સ્પિનર કે એક ઝડપી બોલર પસંદ કરતી વખતે સંઘર્ષ કરવો પડે છે. બેટર અને
કપ્તાનની બેવડી જવાબદારી અંગેના સવાલના જવાબમાં ગિલે કહ્યું હતું કે, જયારે હું બેટિંગ કરતો
હોઉં છું ત્યારે માત્ર બેટસમેન તરીકે જ વિચારું છું. પત્રકાર પરિષદમાં યુવા કેપ્ટન
ગિલે જણાવ્યું કે દર વખતે આ સવાલ રહે છે કે આપ એક વધારાનો ફાસ્ટ બોલર કે સ્પિનર
પસંદ કરો છો. ભારત પાસે આ મેચમાં ત્રણ ઝડપી બોલર છે. બુમરાહ, સિરાજ અને આકાશદીપ. જ્યારે ચાર સ્પિનરના રૂપમાં જાડેજા, અક્ષર, કુલદીપ અને વોશિંગ્ટન છે. જો કે ગિલે પૂરા
ટીમ સંયોજન પર ખુલાસો ન કર્યો. જો કે તેણે કહ્યંy કે
સ્પિનર્સનો રોલ નિર્ણાયક રહેશે. ટીમ લગભગ નિશ્ચિત છે. પીચ થોડી અલગ દેખાઇ રહી છે.
કાલ સવારે સ્પિન સંયોજન પર નિર્ણય લેશું કારણ કે મેચનો ફેંસલો મોટાભાગે સ્પિનર્સ જ
કરશે. ગિલ એમ પણ કહ્યંy કે ભારત પાસે સારા ઓલરાઉન્ડર્સ
છે. તે અક્ષર હોય કે વોશિંગ્ટન કે જાડેજા. આથી અમારી પાસે સારા વિકલ્પ છે. ગિલનું
એવું પણ માનવું છે કે પીચ સૂકી રહેશે તો રિવર્સ સ્વિંગ મળશે. વર્કલોડ વિશે કહ્યંy કે
ત્રણેય ફોર્મેટમાં રમવું માનસિક પડકાર છે. હું આ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું.
તેણે સ્વીકાર્યું કે દ. આફ્રિકા સામેની શ્રેણી જરા પણ આસાન નથી રહેવાની. અમને ખબર
છે કે કઠિન પડકાર છે પણ અમે તેને સંભાળી લેવા તૈયાર છીએ.