કુમામોટો (જાપાન), તા. 13 : ભારતનો
સ્ટાર શટલર લક્ષ્ય સેન જાપાન માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ ચાલુ
રાખીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો છે. લક્ષ્ય સેને પ્રી. ક્વાર્ટર મેચમાં
સિંગાપોરના ખેલાડી હેંગ જેસન તેહને બે સીધા સેટમાં 21-13 અને 21-11થી
હાર આપી હતી. કવાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનની ટક્કર સિંગાપોરના જ પૂર્વ વર્લ્ડ
ચેમ્પિયન લો કિયાન યૂ વિરુદ્ધ થશે. જ્યારે ભારતનો અનુભવી ખેલાડી એચએસ પ્રણય બીજા
રાઉન્ડમાં ડેનમાર્કના ખેલાડી સામે 18-21 અને 1પ-21થી
હારીને જાપાન ઓપનની બહાર થયો હતો.