• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

બિહારની સત્તા કોને ? આજે પરદો ઊઠશે

નવી દિલ્હી, તા. 13 : દેશભરનાં રાજકારણમાં હલચલ મચાવનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં સરેરાશ 145થી 165 બેઠક સાથે એનડીએના ભાજપના પુનરાવર્તનનો વર્તારો કરવામાં આવ્યો છે અને મહાગઠબંધન 70થી 90 બેઠક સાથે સત્તાથી દૂર રહેશે એવી આગાહી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે મોજણીના તારણો સાચા સાબિત થાય છે કે ખોટા એ સ્પષ્ટ થઇ જશે. બિહારની 243 બેઠક માટે છ અને 11 નવેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાયું હતું. બન્ને તબક્કામાં ઉત્સાહપૂર્ણ મતદાનને લીધે પરિણામોને લઈને અટકળો વધી હતી. એક્ઝિટ પોલના વર્તારાથી ઉત્સાહિત મુખ્યમંત્રી નીતીશકુમાર આજે જેડી-યુના મુખ્યમથકે પહોંચ્યા હતા અને ચર્ચા કરી હતી. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જો કોઇ બૂથમાં મતોની સંખ્યામાં કે રેકોર્ડમાં કોઇ અસમાનતા જોવા મળશે તો તે બૂથની વીવીપેટ પાવતીઓની ફરજિયાત ગણતરી કરાશે. એક્ઝિટ પોલના વર્તારાને લીધે એનડીએમાં બહુ ઉત્સાહ છે અને અગાઉ જ 500 કિલો લાડુ તૈયાર કરવાનો ઓર્ડર આપી દેવાયો હતો. બીજી તરફ રાજદના તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, એક્ઝિટ પોલની આગાહી ખોટી સાબિત થશે અને અમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશું.

Panchang

dd