નવી દિલ્હી, તા. 13 : પૂર્વ
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનની આઇપીએલમાં વાપસી થઇ છે. તે આઇપીએલ ટીમ કોલકાતા
નાઇટ રાઇડર્સના સહાયક કોચ બન્યા છે. વોટસન 2026 સીઝનમાં કેકેઆર ટીમના કોચિંગ
સ્ટાફમાં સામેલ થશે. જેમાં અભિષેક નાયર મુખ્ય કોચ છે અને ડવેન બ્રાવો મેંટોરની
ભૂમિકામાં રોલમાં છે. એવા પણ રિપોર્ટ છે કે વોટસનની સાથોસાથ ન્યુઝીલેન્ડનો પૂર્વ
ઝડપી બોલર ટિમ સાઉધી પર કેકેઆર ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ થશે. વર્ષ 202પ સીઝનમાં
કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ સાતમા સ્થાને રહી હતી. આ પછીથી પૂરો કોચિંગ સ્ટાફ
બદલવામાં આવી રહ્યો છે. ચંદ્રકાંત પંડિતે હેડ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું.