• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

મસ્કા ખાતે કચ્છની 14 ક્લબને સાંકળતી સ્પર્ધાનો આરંભ

માંડવી, તા. 13 : શહેર અને મસ્કા વચ્ચે આવેલાં બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ- એમ.સી.એ. મસ્કા- ખાતે આયોજિત ક્રિકેટ સ્પર્ધામાં કચ્છભરમાંથી 14 ક્લબ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટર્ફ વિકેટ સાથે ઘાસવાળા મેદાન પર દીપ પ્રાગટય કરી ટૂર્નામેન્ટનો પ્રારંભ કીર્તિભાઇ ગોર દ્વારા કરાયો હતો. ટોસ ઉછાળ વિધિ સંસ્થાના ચેરમેન હેમંતકુમાર રાંભિયાના હસ્તે કરાઈ હતી. શ્રી  રાંભિયાએ સ્વાસ્થ્ય, સમરસતા, ખેલદિલી અને મનો શારીરિક  વિકાસ માટે રમતને મહત્ત્વ પૂર્ણ માધ્યમ ગણાવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે દહિંસર સ્પોટ્સ (મુંબઈ)ના દિનેશભાઈ નાગુપાલિકાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પીઠડિયા, માંડવી બાર એસો.ના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી, સારસ્વતમ વહીવટી વડા મુલેશભાઈ દોશી, રહ્યા હતા. ટૂર્નામેન્ટના મુખ્ય દાતા ચંદ્રહાસાસિંહ રાઠોડનું વિશેષ સન્માન કરાયું હતું. યુવાનોને પ્રોત્સાહિત કરવા આ આયોજનમાં જીવંત પ્રસારણ કરાયું છે. ખેલાડીઓ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. આયોજન વ્યવસ્થા એમ.સી.એ.અને એસ.સી.એના શાંતિભાઈ, દીપ પેથાણી, રિના મોતા, સૌમ્ય પટેલ, નાગાજણ ગઢવી, રાહુલ જોગી સાથેની ટીમ દ્વારા કરાઈ રહી છે.

Panchang

dd