નેલ્સન, તા. 13 : વેસ્ટ
ઇન્ડિઝ સામેની પ મેચની ટી-20 શ્રેણી ન્યુઝીલેન્ડ ટીમે 3-1થી
કબજે કરી છે. આજે રમાયેલી પાંચમી અને અંતિમ મેચમાં કિવિઝ ટીમનો 8 વિકેટે
સરળ વિજય થયો હતો. 141 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક
ન્યૂઝીલેન્ડે 26 દડા બાકી રાખીને 2 વિકેટે હાંસલ કરી લીધો હતો.
કિવિઝ ઝડપી બોલર જેકબ ડફી પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બન્યો હતો. તેણે આ મેચમાં 31 રનમાં 4 વિકેટ
લીધી હતી. સિરીઝમાં તેના ખાતામાં 10 વિકેટ રહી હતી. ન્યુઝીલેન્ડ
તરફથી ડવેન કોન્વે 47 અને માર્ક ચેપમેન 21 રને નોટઆઉટ રહ્યા હતા. ટિમ
રોબિન્સ 24 દડામાં પ ચોગ્ગા-3 છગ્ગાથી 4પ રને
અને રચીન રવીન્દ્ર 21 રને આઉટ થયા હતા. આ પહેલા વિન્ડિઝ ટીમ 18.4 ઓવરમાં
140 રને
ઓલઆઉટ થઇ હતી. જેમાં રોસ્ટન ચેઝના 38, રોમારિયો શેફર્ડના 36 અને
જેસન હોલ્ડરના 20 રન મુખ્ય હતા. ડફીની 4 વિકેટ ઉપરાંત નિશમને 2 વિકેટ
મળી હતી. હવે બન્ને ટીમ વચ્ચે 3 મેચની વન ડે શ્રેણી રમાશે. જેની
શરૂઆત રવિવારથી થશે.