અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 25 અને 26 ઓગસ્ટના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે રૂા. 5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કરશે. વડાપ્રધાન આવતીકાલે બપોરે 4 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. હરિદર્શન ચાર રસ્તા
થઇ ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ સુધી રોડ શો કરશે, જ્યારે 4-30 વાગ્યે નિકોલનાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત
જનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્રણ શહેરને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની
ભેટ આપશે. આ સાથે પીએમ મોદી રેલવેના રૂા. 1404 કરોડના વિકાસ કાર્યો, શહેરી વિકાસના રૂા. 2548 કરોડ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ રૂા. 1122 કરોડ, માર્ગ અને મકાન રૂા. 307 કરોડ અને રેવન્યૂ વિભાગ રૂા. 96 કરોડના વિકાસ કાર્યોનું લોકર્પણ અને ખાતમુહૂર્ત
કરશે. વડાપ્રધાન તા. 26 ઓગસ્ટના
સવારે 10 વાગ્યે ઉત્તર ગુજરાતનાં હાંસલપુરમાં સુઝુકી
મોટર્સના હાઇબ્રિડ ઊટ બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન
કરશે. અને 100 દેશમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલીઝંડી
આપશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન
1,400 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલવે પ્રોજેક્ટ્સ
રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં 530 કરોડ
રૂપિયાથી વધુના ખર્ચે 65 કિલોમીટર
લાંબી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબાલિંગ, 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 37 કિલોમીટર લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલ લાઇન
અને 40 કિલોમીટર લાંબી બેચરાજી-રનુજ રેલ લાઇનનું ગેજ
કન્વર્ઝનનો સમાવેશ થાય છે. વડાપ્રધાન વિરમગામ-ખુદાદ-રામપુરા રોડ કે જે પહોળો કરવામાં
આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે.રાજ્યમાં વીજ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન
અમદાવાદ, મહેસાણા
અને ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ વીજ વિતરણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન
કમ્પોનન્ટ હેઠળ રામાપીરના ટેકરા સેક્ટર-3 ખાતે સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. મોદી
ગુજરાતમાં મુખ્ય માળખાંગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આમાં અમદાવાદ પશ્ચિમમાં એક
નવા સ્ટેમ્પ અને નોંધણી ભવનનું નિર્માણ સામેલ હશે, પીએમ સુઝુકીના પ્રથમ વૈશ્વિક વ્યૂહાત્મક
બેટરી ઇલેક્ટ્રિક વાહન `ઈ
વીટારા'નું ઉદ્ઘાટન
અને પ્રસ્થાન કરશે.