ચેન્નઈ, તા. 18 : ગુજરાતી શ્વેતાંબર સ્થાનકવાસી
જૈન એસોસિએશન દ્વારા અહીંના સી. યુ. શાહ ભવન ખાતે જીવદયા તથા કરૂણા ભાવનાને પ્રસારિત
કરતું પ્રદર્શન ભાવિકો માટે ખુલ્લું મુકાયું હતું. ગુરૂ નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી
તેમના શિષ્યા સમાધિજી મહાસતિજી આદિસાધ્વી વૃંદનાં સાનિધ્યમાં આધુનિક યુગમાં માનવીય
મૂલયો તથા જીવદયા, કરૂણાના સંસ્કારો
લુપ્ત થતા અબોલ પશુ પક્ષીઓ તથા નાના જીવો પ્રત્યે ક્રુરતાનું આચરણ કરી સુખ સામગ્રીઓની
બનાવટ કરતા અબોલ જીવોની વેદનાને કરૂણા તથા દયાની વાચા આપતા વોઈસ ઓફ વોઈસલેસ એક્ઝિબિશનનું
જીતો-ચેન્નઈના ઉપપ્રમુખ શ્રેયષભાઈ કોઠારીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. રોજબરોજના જીવનમાં
ઉપયોગી ખાદ્ય ઉત્પાદનો, સૌંદર્ય પ્રસાધનો કે સુખ સગવડના સાધનોમાં
જાણે અજાણે થતી અબોલ તથા નિર્દોષ જીવોની હિંસા તથા વેદનામાં સહયોગી બનવાનું હૃદયસ્પર્શી
ચિતાર આપીને સત્યદર્શન કરાવતા પ્રદર્શનમાં ભાવિકો ઉમટયા હતા. પ્રદર્શનની મુલાકાત બાદ
સત્યની સમાજ પામી ભાવિકો હિંસબ ઉત્પાદનોના ત્યાગ સાથે અહિંસક જીવનશૈલી જીવવા માટે સંકલ્પબદ્ધ
બનવા હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.