નવી દિલ્હી, તા. 2 : ભારતને આવતા
વર્ષે રમાનાર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું યજમાન પદ મળ્યું છે. જે વર્ષ 2026માં નવી દિલ્હી ખાતે રમાશે.
ભારતીય બેડમિન્ટન સંઘ (બીએઆઇ)એ કહ્યં છે કે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના આયોજન માટે અને ઉત્સુક
છીએ અને શ્રેષ્ઠ આયોજન થશે. બેડમિન્ટનની આ ટોચની ટૂર્નામેન્ટ ભારતમાં બીજીવાર રમાશે.
આ પહેલા 2009માં હૈદરાબાદમાં આયોજન થયું
હતું. દિલ્હીની યજમાનીથી એશિયામાં આ ટૂર્નામેન્ટની 8 વર્ષ પછી એશિયામાં વાપસી થશે. છેલ્લે ચીનમાં 2018માં રમાઇ હતી. વર્લ્ડ બેડમિન્ટન
ચેમ્પિયનશિપમાં ભારતે 1983થી કુલ 1પ ચંદ્રક જીત્યા છે. 2011 બાદથી ઓછામાં ઓછો એક ચંદ્રક
કબજે કર્યોં છે. છેલ્લે ગત સપ્તાહમાં પેરિસમાં રમાયેલ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં
સાત્વિક-ચિરાગની જોડીએ ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો.