• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

માંડવી ઓધવપાર્ક સોસાયટીમાં ત્રણ વર્ષથી ગટર સમસ્યા યથાવત્

માંડવી, તા. 3 : શહેરમાં શિવનગર મસ્કાના રસ્તા પાસે ઓધવપાર્ક સોસાયટી પાસે ગટર સમસ્યાના નિવારણ માટે માંગ કરાઇ હતી. છેલ્લા ત્રણેક વર્ષથી આ વિસ્તારમાં જાહેરમાં ગટરનું પાણી છોડાઇ રહ્યું હોવાથી પડતી મુશ્કેલી બાબતે રહેવાસીઓએ રોષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વખતોવખત મામલતદાર, મસ્કા પંચાયત, નગરપાલિકામાં રજૂઆતો તથા વિનંતી કરાઇ હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાનું જણાવાયું હતું. આમ, ગટરના પાણીની સમસ્યા સામે નામપૂરતું કામ કરી છોડી દેવાય છે અને સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ આવતો નથી. આ વિસ્તારના લોકોની પરેશાનીને ધ્યાનમાં લઇ નાગલપુર પાટિયાથી શિવનગર મસ્કા આવતા રસ્તા પર હાલત તપાસવા માંગ કરાઇ હતી. રસ્તા પર પાણી ભરેલા ખાબોચિયાં એ વરસાદને કારણે નહીં પરંતુ ગટરના ગંદા પાણી આરોગ્ય માટે પણ જોખમી હોવાનું જણાવી જવાબદાર તંત્ર પાસે સત્વરે કાયમી ઉકેલની માંગ કરાઇ હતી. 

Panchang

dd