• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

સેમિફાઇનલમાં જોકોવિચ-અલ્કારાઝ ટકરાશે

ન્યૂયોર્ક, તા. 3 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યુએસ ઓપનના મેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ અને વિશ્વ નંબર બે યુવા ખેલાડી કાર્લોસ અલ્કરાઝનો આમનો-સામનો થશે. અલ્કરાઝ અને જોકોવિચ વચ્ચે અત્યાર સુધી 8 મુકાબલા થયા છે, જેમાં જોકોવિચની પ મેચમાં જીત થઇ છે. બીજી બાજુ ભારતનો અનુભવી ટેનિસ ખેલાડી યુકી ભાંબરી તેની કારકિર્દીમાં પહેલીવાર કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટની કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે માઇકલ વિનસ સાથે મળીને અમેરિકી ઓપનના મેન્સ ડબલ્સમાં અંતિમ-8માં પ્રવેશ કર્યો છે. ભારતના ભાંબરી અને ન્યૂઝીલેન્ડના વિનસે જર્મનીના કેવિન અને ટિમની જોડીને 6-4 અને 6-3થી ત્રીજા રાઉન્ડમાં હાર આપી હતી. બીજી તરફ ભારતની યુવા મહિલા ખેલાડી માયા રાજેશ્વરન રેવતી જુનિયર વર્ગના બીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ છે. સ્પેનના કાર્લેસ અલ્કરાઝે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઝેક ગણરાજ્યના ખેલાડી જિરિ લેહેકાને આસાનીથી 6-4, 6-2 અને 6-4થી હાર આપી યુએસ ઓપનમાં પહેલીવાર સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેનો સામનો 24 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા સર્બિયાના નોવાક જોકોવિચ સામે થશે. તેણે વિક્રમી 14મી વખત યુએસ ઓપનની સેમિમાં જગ્યા બનાવી છે. જોકોવિચે અમેરિકી ખેલાડી ટેલર ફિટ્ઝને 6-3, 7-, 3-6 અને 6-4થી હાર આપી હતી. ગયા વર્ષના ઉપવિજેતા ટેલર ફિટ્જ વિરુદ્ધ જોકોવિચનો જીતનો રેકોર્ડ 11-0 છે. આ સાથે જ જોકોવિચ રેકોર્ડ પ3મી વખત ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે, જેમાં ફલેશિંગ મીડોઝ પર 14મી વાર અંતિમ ચારમાં જગ્યા બનાવી છે.  બીજી તરફ મહિલા વર્ગમાં જેસિકા પેગુલાએ ઝેક ખેલાડી બારબોરા ક્રેસિકોવાને 6-3 અને 6-3થી હાર આપી કેરિયરની બીજી ગ્રાંડસ્લેમ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણી ગયા વર્ષે ફાઇનલમાં આર્યના સબાલેંકા સામે હારી હતી. આ વખતે પેગુલાની સેમિમાં ટકકર સબાલેંકા સામે થશે. કારણ કે, માર્કેટા વોંડ્રાસોવાએ ઇજાને લીધે વોકઓવર આપી દીધો હતો. મહિલા સિંગલ્સની બીજી સેમિ ફાઇનલમાં ઇગા સ્વિયાતેક સામે આમંદા અનીસીમોવા હશે, જેને સ્વિયાતેકે વિમ્બલ્ડન ફાઇનલમાં 6-0 અને 6-0થી હાર આપી હતી. મહિલા ડબલ્સમાં 4પ વર્ષીય વિનસ વિલિયમ્સ અને 24 વર્ષીય લૈલા ફરર્નાન્ડિસની જોડી ક્વાર્ટર ફાઇનલમાં ટોચના ક્રમની જોડી ટેલર ટાઉનસેંડ-કેટરિના સિનિયાકોવા સામે 1-6 અને 2-6થી હારીને બહાર થઇ હતી.  

Panchang

dd